ખજૂર-અંજીર મિની કેક(Khajoor-Aanjir mini cake recipe in Gujarati)

Hina Doshi
Hina Doshi @cook_25884980

#MW1
શિયાળા મા ખુબજ ફાયદકારક ખજૂર,અંજીર બધા ખાતા જ હોય... બધા અલગ અલગ રીતે બનાવી ને ખાતા હોય છે નાના બાળકો ને સારી રીતે ખવડાવવા માટે મે આજે મીની કેક ની જેમ બનાવ્યું છે એમાં ડ્રાય ફ્રુટ પણ આવી જયાને બાળકો ફટાફટ ખાઈ લે છે.. શિયાળા ના વસાણાં તરીકે પણ ચાલે.. ખાંડ ફ્રી છે એટલે નાના મોટા બધા માટે ગુણકારી છે...તેમાં થોડી સૂઠ ને પીપારી મૂડ નાખી દો એટલે પાચન માટે ફાયદાકારક... બહુ જલ્દી બની જાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનીટ
૨ થી ૩ માટે
  1. ૨૫૦ ગ્રામખજૂર
  2. ૧૫૦ ગ્રામઅંજીર
  3. ૧૦,૧૦ નંગકાજુ બદામ
  4. ૨ ચમચીઘી,
  5. ૨ ચમચીતલ સેકેલા
  6. 1નાનું પેકેટ પાર્લે બિસ્કિટ
  7. સૂંઠ, પીપર મૂળ, એક એક ચમચી નાખવા હોઈ તો જ

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનીટ
  1. 1

    સો પ્રથમ લોયા મા ઘી મૂકી તેમાં ખજૂર ઠળિયા કાઢી ને નાખી દો. ત્યારબાદ અંજીર ને કટકા કરી ને નાખો.

  2. 2

    ધીમા તાપે બરાબર હલાવી લો.. એકદમ સોફ્ટ માવા જેવું બની જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ નો પાઉડર કરી ને નાખો...

  3. 3

    બધું બરાબર મિક્સ કરીને હલાવી લો..ગેસ બંધ કરી લો.... ઠરવા દો.. એક પાટલી પર પ્લાસ્ટીક રાખી દો તેના પર ખજૂર અંજીર ના માવા માંથી લુવો લઈ ને ફેલાવી દો..

  4. 4

    પછી તેના પર એક બિસ્કિટ મૂકી..તેના પર પણ થોડું મિસરણ લગાવો.

  5. 5

    એવી રીતે એક પર એક મૂકી બે ત્રણ થર બનાવો... પછી નીચે થી ઉપર ની સાઈડ પર બધે બરાબર આવી જાય તે રીતે લગાવી લો...

  6. 6

    પછી થપથપાવી ને બાર જેવું કરી લો...એક ડીશ મા સેકેલાં તલ લઈ બાર ને ફરતા લગાવી લો.... આનાથી દેખાવ પણ સારો લાગે અને તલ હેલ્થ માટે ફાયદાકારક પણ..... આવી રીતે જીણું ટોપરા નું ખમણ પણ લગાવી શકાય છે... ખસખસ પણ લગાડાય આપડા ટેસ્ટ મુજબ કરી શકાય... પાર્લે ના બદલે મેરી બિસ્કિટ મા પણ કરી શકાય..તે ગોળ થાય...

  7. 7

    શિયાળા દરમ્યાન કોઈ પણ રીતે ખજૂર અંજીર ડ્રાય ફ્રૂટ તલ ટોપરું હેલ્થ માટે ફાયદાકારક ને શરીર માટે જરૂરી છે આમા કોકો પાઉડર નાખી શકાય છે ચોકલેટ ફ્લેવર્સ કરવું હોય તો....

  8. 8

    તૈયાર છે ખજૂર અંજીર મીની કેક (રોલ) 😋🌻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hina Doshi
Hina Doshi @cook_25884980
પર

Similar Recipes