ખજૂર બિસ્કિટ (Khajur Biscuit Recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#MW1

શિયાળો એટલે સ્વાસ્થય અને તંદુરસ્તી ને ફિટ રાખવાની ઋતુ.શિયાળા માં લોકો જુદા -જુદા વસાણાં અને પાક ખાઈ ને તંદુરસ્તી ફિટ રાખે છે.પણ બાળકો ને આ બધું ખવડાવવું એ અઘરું કામ છે. બાળકો ને ચોકલેટ અને કેક વધુ ભાવતી હોય છે.તેથી મેં અહીં બાળકો પણ ખુશ અને માઁ પણ ખુશ એ રીતે ખજૂર ને કેક નું રૂપ આપી ને ખજૂર ની ચોકલેટ ફ્લેવર ની વસાણાં નાખી ને કેક બનાવી છે જેથી બાળકો ની તંદુરસ્તી જળવાઈ રહે,અને તે હોંશે-હોંશે ખાઈ લે. તથા ખબર પણ ન પડે.તો એક વાર ચોક્કસ થી આ રેસિપી ટ્રાઈ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામખજૂર
  2. 10-12રાઉન્ડ શેપ ના બિસ્કિટ કોઈપણ
  3. 1 મોટો ચમચોઘી
  4. 2 ચમચીકોપરાનું ખમણ
  5. 2 ચમચીશેકેલા તલ
  6. 2 ચમચીગંઢોડા પાઉડર
  7. 1 ચમચીસુંઠ પાઉડર
  8. 2-3 ચમચીકાજુ -બદામ પાઉડર
  9. 2 ચમચીકોકો પાઉડર
  10. 2 ચમચીચોકલેટ પાઉડર
  11. ગાર્નિસિંગ માટે :
  12. કાજુ
  13. રાજગરા ની ધાણી/શેકેલા તલ
  14. વ્હાઇટ ચોકલેટ ચિપ્સ
  15. આ બધી સામગ્રી તમારી ઇચ્છા મુજબ ઓછા-વધુ નાખી શકો છો
  16. જાવંત્રી અને ગુંદ પાઉડર પણ નાખી શકો છો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર માંથી ઠળિયા કાઢી લો.
    હવે એક કઢાઈ માં ઘી ગરમ મૂકી તેમાં ખજૂર ને શેકો. ખજૂર લીસો થાય ત્યાં સુધી જ શેકવા નો છે.

  2. 2

    ત્યારબાદ ગેસ બંધ કરી તેને 5 મિનિટ ઠરવા દહીં પછી તેમાં ગંઠોડા પાઉડર, જીણું ટોપરાં નું ખમણ, સુંઠ પાઉડર, તલ, કાજુ-બદામ નો પાઉડર, કોકો પાઉડર, ચોકલેટ પાઉડર નાખી મિક્સ કરી લેવું.ત્યારબાદ તે મિશ્રણ ને ઠંડુ થવા દેવું.

  3. 3

    મિશ્રણ ઠંડુ થયા બાદ તેમાંથી એક નાનો લુવો લઈ હાથે થી બિસ્કિટ ના સાઈઝ ની થેપલી બનાવવી.
    હવે તેની ઉપર એક બિસ્કીટ મુકો. આ રીતે બે બિસ્કીટ નું લેયર કરી લેવું.અને ચારે- બાજુ જ્યાં બિસ્કીટ દેખાય ત્યાં ખજૂર ના મિશ્રણ થી કોટિગ કરી લેવું.

  4. 4

    આ રીતે ખજૂર ના બધા પીસ તૈયાર કરવા.

  5. 5

    તૈયાર થયા બાદ તેને કાજુ, વ્હાઈટ ચોકલેટ ચિપ્સ અને રાજગરા ની ઘાણી થી ગાર્નિશ કરી સર્વ કરવું.

  6. 6

    તો રેડી છે આપણી ચિલ્ડ્રન સ્પેશિયલ હેલ્ધી ખજૂર- બિસ્કીટ કેક....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes