મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)

Jyoti majithia
Jyoti majithia @cook_27894167

લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.

મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)

લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ કપ લીલવા
  2. ૪ કપ મેથીની ભાજી ધોઈને સમારેલી
  3. ૧ કપ લીલું લસણ સાફ કરી ને ઝીણું સમારેલું
  4. ૩ નંગ લીલાં મરચા
  5. ૪ મોટી ચમચી તેલ
  6. 1/2 ચમચી જીરું
  7. હિંગ વઘાર માટે
  8. હળદર
  9. ધાણાજીરું
  10. મીઠું સ્વાદઅનુસાર
  11. ૨ ચમચી ગોળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    કડાઈ માં તેલ ગરમ કરીને તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે હિંગ ઉમેરી ને લીલુ લસણ,મરચા નો વઘાર કરો.

  2. 2

    ૧ મિનિટ પછી તેમાં લીલવા ઉમેરો અને હળદર, મીઠું નાખી ને ૫ મિનીટ સુધી ચડવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં મેથી ની ભાજી ઉમેરો અને ઢાંકીને દસ મિનિટ સુધી શાક ને થવા દો.

  4. 4

    તેમાં ધોયેલી મેથી નું પાણી છૂટશે તેથી ઢાંકણ માં પાણી મૂકવાની જરૂર નથી.શાક ચડી જાય એટલે ગોળ અને ધાણાજીરું ઉમેરો અને બધું પાણી બળી જાય ત્યાં સુધી ખુલ્લું રાખી ને સાંતળો. સર્વિંગ બાઉલ માં કાઢી ને લીલાં લસણ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti majithia
Jyoti majithia @cook_27894167
પર

Similar Recipes