પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્

પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)

પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ સુરતી પાપડી
  2. ૧/૨ કપ મેથી ની ભાજી
  3. ૧/૪ કપ લીલું લસણ
  4. રીંગણ
  5. ૨ મોટી ચમચી તેલ
  6. ૧ ચમચી લીલો મસાલો
  7. ૧ ચમચી ગરમ મસાલો
  8. ૧ ચમચી ધાણાજીરૂ
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી અજમો, હિંગ
  12. ૧/૨ ચમચી ખાંડ
  13. ૧/૨ લીંબુનો રસ
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાપડી ને સમારી ધોઈ લો.કુકર માં તેલ મૂકી અજમો અને હિંગ નાખી વઘાર કરો.મેથી ની ભાજી અને લીલું લસણ નાખી સાંતળો.

  2. 2

    ત્યારબાદ બધા મસાલા નાખો.પાપડી ઉમેરો. રીંગણ સમારી ઉમેરો. મીઠું, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.બે મિનિટ ઢાંકીને થવા દો.

  3. 3

    ત્યારબાદ અડધો કપ પાણી ઉમેરો.કુકર બંધ કરી મધ્યમ તાપે ચાર સીટી કરી લો. સ્વાદિષ્ટ પાપડી નું શાક તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes