ઊંધિયું(Undhiyu recipe in Gujarati)

kalpanamavani
kalpanamavani @Kalpana1962
Navsari

#ટ્રેન્ડિંગ રેસીપી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

એક કલાક
૪ વ્યક્તિ માટે
  1. 100 ગ્રામ સુરતી પાપડી
  2. 100 ગ્રામ તુવેરના દાણા ગ્રીન
  3. રતાળુ કંદ ૨૦૦ગ્રા
  4. ૨ નંગબટાકા
  5. ૧ નંગશકકરિયુ
  6. મેથીના મુઠીયા બનાવવા માટેની સામગ્રી
  7. 50 ગ્રામચણાનો લોટ
  8. 2 ચમચીરવો
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧ નાની ચમચીલાલ મરચું
  11. 1/2ચમચી હળદર
  12. ૧ નાની ચમચીખાંડ
  13. ૧ નાની ચમચીતલ
  14. 1/2ચમચી ગરમ મસાલો
  15. ખાવાનો સોડા એક નાની ચપટી
  16. તેલ 2 ચમચી મોણ માટે
  17. 50 ગ્રામમેથીની ભાજી
  18. ચમચીઆખા ધાણા અડધી
  19. ચમચીમરી ક્રશ કરેલા અડધી
  20. ઊંધિયા ના મસાલા માટેની સામગ્રી
  21. ૧ નાની વાટકીલીલું છીણેલુ કોપરું
  22. ૨ ચમચીવાટેલા સીંગદાણા
  23. એકથી દોઢ ચમચી આદુ મરચાની પેસ્ટ
  24. 1 વાટકીલીલું લસણ
  25. 1 વાટકીલીલા ધાણા
  26. મીઠું સ્વાદ પ્રમાણે
  27. ૨ ચમચીખાંડ
  28. ૨ ચમચીક્રોસ કરેલી સેવ અથવા શેકેલો ચણાનો લોટ
  29. ૨ ચમચીતેલ મસાલા માં નાખવા માટે
  30. ૧ નાની ચમચીહળદર
  31. 4 ચમચીધાણાજીરૂ
  32. ૧ ચમચીગરમ મસાલો -
  33. વઘાર માટે તેલ
  34. શાકભાજી તળવા માટે તેલ
  35. 2-3 નંગરીંગણ
  36. સુકુ લસણ 10 કળી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પહેલા પાપડી ના દાણા તુવેરના દાણા મિક્સ કરી લો અને પાણીમાં પલાળી દો હવે રતાળુ સકરીયા બટાકા અને રીંગણ ને મોટા પીસ કરીને તળી લો પાપડી અને તુવેરના દાણાને કુકરમાં બે સીટી વગાડી ને બાફી લો

  2. 2

    હવે એક બાઉલમાં મસાલો બધો ઊંધિયા નો મિક્સ કરવો એકદમ ટેસ્ટી અને આપણા ઘરના સ્વાદ મુજબ મીઠું અને આદુ મરચા નાખવા ખાંડ પણ નો નાખે તો ચાલે પણ નાખે તો સારું લાગે આ મસાલાને બાફેલા તુવેર અને પાપડીમાં મિક્સ કરવા બાકીના મસાલા માં તળેલા શાકભાજી મિક્સ કરવા હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો

  3. 3

    એક મિક્સર જારમાં લીલું લસણ અને લીલા ધાણા આદુ મરચાં મીઠું નાખીને પેસ્ટ બનાવો આ પેસ્ટને તેલમાં સાંતળી લો પછી તેમાં સુકુ લસણ વાટીને ઉમેરો હવે તેમાં થોડું સરણાય એટલે તેમાં પાપડી અને તુવેર અને તળેલા શાકભાજી બધું જ મિક્સ કરો હવે બરાબર તેલમાં સાંતળો અને green paste પણ બરાબર મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કરો અને ઉકળવા દો શાક એકદમ મિક્સ થઈ જાય એટલે આપણને જરૂર હોય એટલો રસો રાખો અને ગરમા ગરમ ઉપરથી કોપરું લીલા ધાણા અને લીલું લસણ નાખીને સર્વ કરો

  4. 4

    તૈયાર છે આપણું ટેસ્ટી ઉંધીયુ આપ સૌ ઘરે જરૂરથી ટ્રાય કરશો મેથીના મુઠીયા બનાવવા નો સામાન છે તે બધું મિક્સ કરીને તેના મિડિયમ સાઈઝના મુઠીયા વાળી ને તળી લેવા તેને પણ શાકમાં મિક્ષ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

kalpanamavani
kalpanamavani @Kalpana1962
પર
Navsari
mane rasoi banavva no bahu shokh chhe I like cooking
વધુ વાંચો

Similar Recipes