ઊંધિયું(Undhiyu Recipe in Gujarati)

Beena Chauhan
Beena Chauhan @cook_22571493
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫૦ ગ્રામ છોલેલા લીલા વટાણા તુવર વાલ ચોળી
  2. દોઢ 100 ગ્રામ વાલોડ
  3. ૧૫૦ગ્રામ ફ્લાવર
  4. ૩ નંગબટાકા
  5. 1મોટું રીંગણ ત્રણ નાના નાના રીંગણા
  6. ૧૦૦ ગ્રામ ટીંડોળા
  7. 2 વાટકીજી ની કાપેલી મેથી
  8. ૧૦૦ ગ્રામ મરચા
  9. 100 ગ્રામ લીલું લસણ
  10. ૩ નંગટામેટા
  11. 50 ગ્રામસુકુ લસણ
  12. 100 ગ્રામ કોથમરી
  13. ૧૦૦ ગ્રામ ખારી શીંગ નો ભૂકો
  14. ૨૦૦ ગ્રામ ચણાનો લોટ
  15. ૩૫૦ ગ્રામ તેલ તળવા અને વઘારવા માટે
  16. ૬-૭ ટેબલ સ્પૂનધાણાજીરૂ લાલ મરચા નો પાઉડર દોઢ ચમચી હળદર બે થી ૩ ચમચી ગરમ મસાલોમીઠું સ્વાદ અનુસાર
  17. ૨ નંગગાજર બે નંગ કાચા કેળા
  18. 2 નંગમરી બે નંગ સુકા મરચાબે ચપટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુકુ લસણ છોલી તેમાં કોથમરી મિઠું અને એક ચમચી મરચું પાઉડર નાખી ચટણી કરો

  2. 2

    એક કૂકરમાં વાલ વટાણા તુવેર વાલોડ અને ચોડી 2 ચમચા તેલ એક ચમચી લસણ ની ચટણી એક ચમચી લાલ મરચું પાઉડર 1/2ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ નાખી વઘાર કરી બે સીટી વગાડી કૂકર ઠંડું થવા દો

  3. 3

    એક વાસણમાં ચણાનો લોટ સીંગનો ભૂકો ૨ નંગ લીંબુ રસ ખાંડ નો ભૂકો 1 ચમચી લસણની ચટણી,કાપેલું લીલું લસણ કોથમરી એક જ સમજી મરચા પાઉડર એક ચમચી ધાણાજીરું ૧ ચમચી ગરમ મસાલો 1/2ચમચી હળદર 3 ટેબલ ચમચી તેલ નાખી મિક્સ કરો

  4. 4

    ૧ નંગ કાચા કેળા ની છાલ ગાડી એકસરખા ચાર ભાગ કરી ભરવા માટે એક સાઇડ કટ કરો તેમાં ચણાના લોટનો બનાવેલો મસાલો ભરો

  5. 5

    નાના રીંગણા ને બે બાજુથી કટ કરી ચણાના લોટનો મસાલો ભરોકરી મસાલો ભરો

  6. 6

    લીલા મરચા માં ચણા ના લોટ નો મસાલો ભરો

  7. 7

    બાકીના વધેલા ચણાના લોટ ના મસાલામાં મેથી એડ કરી એના નાના-નાના બોલ્સ બનાવી લો

  8. 8

    જે કુકરમાં વટાણા તુવેર ચોળી અને વાલો વધાર્યા હતા તેમાં ભરેલા રીંગણા અને કેળા નાખી એક સીટી થવા દો

  9. 9

    ૩ નંગ બટાકા એક નંગ મોટું રીંગણું ગાજર ટીંડોળા ફ્લાવર ટીંડોરા એક કેળું બધાને ફિંગર ચિપ્સ ની જેમ કટ કરો

  10. 10

    એક કડાઈમાં તળવા માટે તેલ લઈ બધા કટ કરેલા વેજીટેબલ એક પછી એક તોડી લો

  11. 11

    એ મેથી ના બનાવેલા બોલ્ (ગોળા) તળી લો

  12. 12

    તળેલા તેલમાં બે મરી ૨ નંગ સૂકા હિંગ નાખી વઘાર કરી તેમાં પહેલા ટામેટા ઉમેરો ત્યારબાદ ભરેલા લીલા મરચા ઉમેરો ત્યારબાદહળદર ધાણાજીરૂ લાલ મરચા પાઉડર ગરમ મસાલો બધા મસાલા નાખી કુકરમાં વઘારેલા શાક અંદર ઉમેરી દો

  13. 13

    બે મિનીટ પછી તળેલા શાક ઉમેરો પાંચ મિનિટ પછી તેમાં મેથીના તળેલા બોલ એડ કરો

  14. 14

    આપણું રજવાડી ઉધિયું ગરમાગરમ રોટલી અથવા પૂરી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Chauhan
Beena Chauhan @cook_22571493
પર

Similar Recipes