સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

#AM1

સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે...

સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)

#AM1

સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તુવેર ની દાળ માટે
  2. 1 કપતુવેર ની દાળ
  3. 2 ચમચીતેલ
  4. 1આખુ લાલ મરચું
  5. 1તમાલપત્ર
  6. 3-4લવિંગ
  7. 1/2 ટી સ્પૂનરાઈ
  8. 1/2 ટી સ્પૂનઅજમો / જીરું
  9. ચપટીહિંગ
  10. 2ડાળખી મીઠી લીંબડી
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1/2 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનધાણાજીરું
  14. 1 ટે સ્પૂનશીંગદાણા
  15. 1 ટી સ્પૂનઅથાણાં નો મેથી નો મસાલો
  16. મીઠું જરૂર મુજબ
  17. 2 ટે સ્પૂનગોળ
  18. 1લીંબુ નો રસ
  19. લોટ બાંધવા માટે
  20. 2 કપઘઉં નો લોટ
  21. મીઠું જરૂર મુજબ
  22. 1/2 ચમચીમરચું
  23. 1/2 ચમચીહળદર
  24. 1 ટે સ્પૂનધાણાજીરું
  25. ચપટીહિંગ
  26. 1/2 ચમચીઅજમો /જીરું
  27. 3-4 ચમચીતેલ
  28. બટાકા ના માવા માટે
  29. 500 ગ્રામબટાકા
  30. 2 ટી સ્પૂનવાટેલા આદું મરચાં
  31. 2 ટે સ્પૂનઝીણા સમારેલા ધાણા
  32. 1/4 ટી સ્પૂનહળદર
  33. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  34. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ રીતે બધી સામગ્રી ભેગી કરી લઈશુ. સૌ પ્રથમ ઘઉં નો લોટ બાંધવા માટે. ઘઉં ના લોટ માં બધો મસાલો ઉમેરી મિક્સ કરી તેલ થી મોઇ ને પાણી થી લોટ આ રીતે સામાન્ય કઠણ લોટ બાંધી લઈશુ.

  2. 2

    બીજી બાજુ કૂકર માં બટાકા બાફી લો. બટાકા ની છાલ ઉતારી તેનો માવો કરો. તેમાં બધો મસાલો ઉમેરી લો.

  3. 3

    તુવેર ની દાળ ધોઈ 1/2 કલાક પલાળી રાખો. કૂકર માં બાફી લો અને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લો.

  4. 4

    એક કડાઈ અથવા કૂકર માં તેલ મૂકી રાઈ, અજમો, લાલ મરચું, તમાલપત્ર નો વઘાર કરી હિંગ, લાલ મરચું, હળદર નાંખી દાળ ઉમેરો. હવે તેમાં બીજા મસાલા ઉમેરી દાળ ઉકળવા દો.

  5. 5

    હવે લોટ ના ગુલ્લા કરી, વણી ને બટાકા નો માવો ભરી કચોરી જેવું બનાવી લો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો.

  6. 6

    હવે તેને દાળ માં ઉમેરી ને બાફવા દો. ડૂબે તેટલું પાણી ઉમેરો. ચઢી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. શીંગ તેલ અથવા ઘી સાથે સર્વ કરો... ખુબ જ ટેસ્ટી લાગશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes