સાબુદાણા-બટાકા ના મુરખા (Sabudana Bataka Murkha Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

ઉનાળો શરૂ થાય અને સફેદ બટાકા આવે એટલે આપણા દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારની સીઝનલ વેફર્સ બનાવવા ની શરૂઆત થઇ જાય છે. આજે મેં પણ સાબુદાણા-બટાકા ના મુરખા બનાવ્યા છે. જે આપણે આખુ વર્ષ સ્ટોર કરી ફરાળમા લઈ શકીએ છીએ.

સાબુદાણા-બટાકા ના મુરખા (Sabudana Bataka Murkha Recipe In Gujarati)

ઉનાળો શરૂ થાય અને સફેદ બટાકા આવે એટલે આપણા દરેક ગુજરાતી ના ઘરે અલગ અલગ પ્રકારની સીઝનલ વેફર્સ બનાવવા ની શરૂઆત થઇ જાય છે. આજે મેં પણ સાબુદાણા-બટાકા ના મુરખા બનાવ્યા છે. જે આપણે આખુ વર્ષ સ્ટોર કરી ફરાળમા લઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 800 ગ્રામ સાબુદાણા
  2. 1 + 1/2 કિલો બાફેલા બટાકા નો માવો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  5. 1 ચમચીજેટલ આખું જીરું
  6. 1 ચમચીશેકેલા જીરાનો પાઉડર
  7. 1/2 ચમચીમરીનો ભૂકો
  8. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ સાબુદાણા ને 3-4 પાણી માં ધોઈ આખી રાત પાણી માં પલાળી રાખો. (સાબુદાણા ડૂબેલા રહે એટલું પાણી નાંખવું). સવારના સાબુદાણા સરસ ફૂલી ગયા હશે.હવે સાબુદાણા ને પાણી સાથે જ મિડિયમ તાપે કૂક કરવા મૂકો. (પાણી વધારે હોય તો થોડું કાઢી નાખવું). સાબુદાણા થોડા ઉકળવા લાગે એટલે તેમાં 1 ચમચી આદુ-મરચાની પેસ્ટ,1/2 ચમચી જેટલું આખજીરું,1/2 ચમચી જેટલું શેકેલા જીરાનો પાઉડર, 2 ચમચી જેટલું મીઠું નાખી,થોડો મરી પાઉડર નાખી મિક્સ કરો.

  2. 2

    હવે સાબુદાણા કૂક થાય ત્યાં સુધી બાફેલા બટાકા ના માવા માં આદુમરચાની પેસ્ટ,આખુ જીરું,શેકેલા જીરાનો પાઉડર, મીઠું,મરી પાઉડર નાખી મિક્સ કરો. સાબુદાણા પાણી રંગના થાય અને મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મસાલો કરેલા બટાકાનું મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરો.

  3. 3

    હવે સંચામા ચકરી ની જાળી મૂકી તેમાં સાબુદાણા અને બટાકા ના મિશ્રણ ને ભરી સંચો બંધ કરી પ્લાસ્ટિક કે કંતાન પર ચકરી પાડી લેવા. તડકામાં 2-3 દિવસ સુધી સૂકવી લેવા.

  4. 4

    સૂકાઈ ગયેલા સાબુદાણા ના મુરખા તળવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes