સ્ટફ રોટલો (Stuffed Rotlo Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. ૨ કપબાજરા નો લોટ
  2. ૪ ચમચીઘઉં નો લોટ
  3. ૨ કપઝીણી સુધારેલી મેથી
  4. ૧ કપલીલી ડુંગળી ઝીણી સુધારેલી
  5. ૧/૨ કપલસણ ઝીણું સુધારેલું
  6. ૨ ચમચીતેલ
  7. ઘી જરૂર પ્રમાણે
  8. મીઠું જરૂર પ્રમાણે
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. લીલા મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સ્ટફિંગ તૈયાર કરવા માટે

  2. 2

    મેથી ને ધોઈ ને ઝીણી સુધારી લ્યો. ડુંગળી તથા લસણ પણ ઝીણા સુધારી લેવા

  3. 3

    એક પેન માં બે ચમચી તેલ અને એક ચમચી ઘી ગરમ કરવા મૂકો. તેલ ઘી ગરમ થાય એટલે તેમાં લીલી લસણ સાંતળો બે મિનિટ પછી તેમાં ડુંગળી ઉમેરી મરી, મીઠું તથા લીલા મરચાં ની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લેવું.

  4. 4

    ત્યાર પછી તેમાં મેથી ઉમેરી બરાબર હલાવી ૩ થી ૪ મિનિટ માટે ઢાંકી ને મેથી ને ચડવા દેવી. સ્ટફિંગ રેડી છે તેને સાવ ઠંડુ થવા દેવું.

  5. 5

    મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધી માં લોટ બાંધી લેવો. બાજરા ના લોટ માં ઘઉં નો લોટ ઉમેરી તેમાં મીઠું નાખી હુફાળા પાણી થી લોટ બાંધો. લોટ બહુ કઠણ ના બાંધવો. રોટલી જેવો લોટ બાંધવો.

  6. 6

    હવે એક લુવો લઈ તેને હાથે થી થેપી વચ્ચે એક ચમચી મિશ્રણ ભરી લુવો બરાબર સિલ કરી હાથે થી બરાબર થેપિ લેવો. એકદમ હલકા હાથે કરવું બાકી સ્ટફિંગ બહાર આવી જશે.

  7. 7

    એક તાવ પર રોટલા ને ઘી મૂકી બંને સાઈડ પરોઠા ની જેમ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી શેકી લેવો.

  8. 8

    ગરમા ગરમ રોટલો દહીં તિખારી સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes