ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપલીલી ડુંગળી જીણી સમારેલી
  2. ૧ કપમેથીની ભાજી જીણી સમારેલી
  3. ૧/૨ કપલીલુ લસણ જીણુ સમારેલુ
  4. ૧ ટેબલ સ્પૂનલીલા મરચાની પેસ્ટ
  5. ૩ કપબાજરીનો લોટ
  6. ૧/૪ કપજેટલુ ઘી
  7. નમક સ્વાદ અનુસાર
  8. ચપટીઅજમો અને હીંગ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક પેન લો અને ગેસ પર મૂકીને તેમા એક ચમચા જેટલુ ઘી નાખી ગરમ કરો ગરમ થઈ જાય એટલે તેમા અજમો નાખો અજમો તતડે એટલે તેમા હીંગ નાખી ને લીલા મરચાની પેસ્ટ સાંતળો

  2. 2

    પછી તેમા લીલુ લસણ ઉમેરી ના એકાદ મિનિટ સાતળવુ અને તેમા થોડી હળદર ઉમેરવી

  3. 3

    હવે તેમા લીલી ડુગળી નાખી એકાદ મિનિટ સાતળવુ અને પછી મેથીની ભાજી નાખી ૨ થી ૩ મિનિટ મિડિયમ ગેસે સાતળવુ

  4. 4

    હવે તેમા નમક ઉમેરી ને ભેળવી લો ને 1/2મિનિટ ગેસ પર રાખી નીચે ઉતારી ને ઠંડુ થવા દો

  5. 5

    હવે એક કથરોટ મા બાજરી નો લોટ લઈ તેમા મીઠુ ઉમેરો હવે તેમા થોડુ થોડુ પાણી ઉમેરી લોટ ને મસળી લો

  6. 6

    હવે તેમાથી એક લુવો લઈ પાટલી પર બાજરી નો લોટ પાથરી ને થોડો રોટલો ટીપી લો અને તેમા વચ્ચે બનાવેલુ પુરણ પાથરી ને આજુબાજુની કિનારી ભેગી કરી ને રોટલો બંધ કરી દો

  7. 7

    હવે ફરીથી પાટલી પર લોટ પાથરી ને હળવે હાથે રોટલો ટીપી લો

  8. 8

    હવે લોખંડની લોઢી ગેસ પર મુકી થોડી ગરમ થાય એટલે રોટલો હળવે હાથે નાખવો અને ફરતુ ઘી લગાવવુ આ રીતે બેય બાજુ ધીમા ગેસે રોટલો ઘી મા શેકવો

  9. 9

    બાજરી નો ભરેલો રોટલો તૈયાર... ગરમ રોટલા ને ઘરનુ માખણ અને ગોળ, પાપડ અને વઢવાણી મરચા સાથે પીરસો... સ્વાદમા ખુબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

Similar Recipes