સ્પિનાચ ક્લિયર સૂપ (Spinach Clear soup recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#સુપરશેફ3
#મોન્સૂનસ્પેશ્યલ
#પોસ્ટ2
વરસાદ ની મૌસમ માં ભજીયા - પકોડા તો ભાવે જ ,પણ કાયમ ખવાય નહીં ને. વરસાદી ઠંડી સાંજ ના ગરમાગરમ સૂપ ની મજા કાઈ ઓર જ હોય છે વળી સ્વાસ્થ્ય માટે પણ સારું. મને તો ગરમ ગરમ સૂપ બહુ જ ભાવે. આજે મારી પસંદ નું સ્વાસ્થ્યપ્રદ સૂપ તમારી સાથે શેર કરું છું.
પાલક ની સાથે શાક વાળું આ સૂપ જોવા માં તો સુંદર છે જ પણ સ્વાદ માં પણ અવ્વલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ચમચા પાલક ની પ્યુરી
  2. 1ચમચો ઝીણું સુધારેલું ગાજર
  3. 1ઝીણી સુધારેલી લીલી ડુંગળી
  4. 3-4કળી લસણ
  5. 1ચમચી ઝીણું સુધારેલું લાલ સિમલા મરચું
  6. 1ચમચી ઝીણું સુધારેલું પીળું સિમલા મરચું
  7. 1/2ચમચી મરી પાઉડર
  8. 1ચમચી ઘી/તેલ
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    તેલ/ઘી ગરમ મૂકી લસણ,ડુંગળી અને ગાજર ને થોડી મિનિટ માટે સાંતળો. પછી બંને સિમલા મરચાં પણ ઉમેરો.

  2. 2

    હવે પાલક ની પ્યુરી ઉમેરી થોડી સેકન્ડ સાંતળો.

  3. 3

    હવે 3 કપ પાણી, મરી પાઉડર અને મીઠું નાખો અને થોડી વાર ઉકાળો.

  4. 4

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes