દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ખમણી ને તેમાં થી પાણી કાઢી લેવું. પછી એમ ચણા નો લોટ ઉમેરો અને પછી તેમાં મરચું પાઉડર, ધાણાજીરું અને હળદર ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને મિશ્રણ ને મિક્સ કરી લો.
- 2
મિશ્રણ માં થી એક સરખા ગોળા વાળી લો અને તેને ગરમ તેલ માં તળી લો.
- 3
ગ્રેવી બનાવા માટે એક પેન માં તેલ લો. તેલ ગરમ થઇ પછી તેમાં જીરૂ, તજ, લાલ સૂકા મરચાં, તમાલ પત્ર, લવિંગ, લસણ, ડુંગળી અને ટામેટા ને બરાબર રીતે સાંતળી લો. ત્યાર બાદ મિશ્રણ ઠંડુ થાય પછી તેને પીસી લો. ગ્રેવી તૈયાર છે.
- 4
હવે પેન માં થોડું તેલ લઇ ને ગ્રેવી ને ગરમ કરો અને તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ગરમમસાલો પણ ઉમેરો. 1 થી 1.5 કપ જેટલુ પાણી ઉમેરો અને તેને ઉકાળો. પછી તેમાં કોફતા ઉમેરો અને થોડી વાર ગરમ થવા દો.
- 5
ગરમાગરમ કોફતા ને કોથમીર થી ગાર્નીશ કરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
-
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
દૂધી ના કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#AM3આ સબ્જી મારી ફ્રેન્ડ પાસેથી શીખી છું કારણકે દૂધીનું શાક પસંદનો હોય પરંતુ દૂધીના કોફતા નું પંજાબી સબ્જી કર્યો તો બધાને ભાવે. સબ્જી રોટલી અને પરોઠા સાથે ખવાય.Bhoomi Harshal Joshi
-
-
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
-
દૂધી કોફતા (Dudhi Kofta Recipe In Gujarati)
#ChooseToCook = My fevorit recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું.મારી મમ્મી દૂધી કોફતા,કેળા કોફતા ખુબજ સરસ બનાવે મારા ઘરે પણ બધાને ખુબજ ભાવે.મારા કોફતા નો ટેસ્ટ એકદમ મારી મમ્મી જેવોજ થાય છે. Nisha Shah -
-
-
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
-
દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. બહુ ઓછા લોકો ને દૂધી નું શાક ભાવતું હોય છે. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે.એટલે દૂધી આપણા રોજીંદા વપરાશમાં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાકમાં હોય. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ પંજાબી ગ્રેવી વાળું દુધી કોફ્તાનું શાક જરૂરથી ટ્રાય કરો.#GA4#Week10#kofta Nidhi Sanghvi -
-
-
-
-
-
-
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
-
-
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati (
#જુલાઈ#સુપરશેફ 1#માઇઇબુક#માઇપોસ્ટ૧ Aanal’ kitchen (by Aanal Thakkar) -
પોટેટો કોર્ન કોફતા ઇન ગ્રીન ગ્રેવી (Potato Kofta Green Gravy Recipe in Gujarati)
#GA4#week10 Himani Chokshi -
More Recipes
ટિપ્પણીઓ