શેર કરો

ઘટકો

તૈયારી ૨૫ મીનીટ - બનાવા ૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. કોફતા
  2. ૧ કપપનીર -
  3. ૨ નંગબટાકા -
  4. મીઠુ - સ્વાદ પ્રમાણે
  5. ૧ ચપટીમરી -
  6. ૧ ચમચીઘાણા જીરુ -
  7. ૧/૨ ચમચીગરમ મસાલો -
  8. કોન ફલોર - ૨ ચમચા
  9. લીલા મરચા - સ્વાદ પ્રમાણે
  10. ટુટીફરૂટી - વચ્ચે ભરવા
  11. કોન ફલોર - કોફતા કોટ કરવા
  12. ડુગળી કાજુ પેસ્ટ
  13. ૩ નંગડુગળી -
  14. ૧/૨ કપકાજુ -
  15. ૧ કપપાણી -
  16. લીલા મરચા - સ્વાદ પ્રમાણે
  17. ગ્રેવી માટે
  18. ચમચા તેલ
  19. ૧ નાની ચમચીજીરુ
  20. ૨ નંગઇલાયચી
  21. તમાલ પત્ર
  22. નાનો ટુકડો તજ
  23. કાજુ ડુગળી ની પેસ્ટ
  24. ૧/૨ કપતાજી મલાઇ
  25. ૧ નાની ચમચીખાંડ
  26. ચમચો ઘાણા જીરુ પાઉડર
  27. ૧/૪ ચમચીમરી પાઉડર
  28. ૧/૨ કપતાજુ દહીં
  29. ૧ ચમચીગરમ મસાલો
  30. ૧ ચમચીકસૂરી મેથી
  31. તળેલા કાજુ - સજાવા માટે

રાંધવાની સૂચનાઓ

તૈયારી ૨૫ મીનીટ - બનાવા ૩૦ મીનીટ
  1. 1

    કોફતા - એક વાસણ મા બઘી કોફતા ની સામગ઼ી ભેગી કરી બરાબર મિક્ષ કરી લો. એના સમાન ૬-૭ ભાગ કરી લો. ૧ ભાગ લઇ હાથ થી દબાવી વચે ટુટીફરુટી ભરી એના બોલ બનાવી લો પછી કોન ફલોર મા રગદોળી તૈયાર કરો.

  2. 2

    એક કઢાઇ મા તેલ ગરમ કરી તૈયાર કરેલ કોફતા તળીલો.

  3. 3

    ડુગળી કાજુ પેસ્ટ બનાવા - એક વાસણ મા પાણી ગરમ કરી. સમારેલી ડુગળી. કાજુ. સમારેલા મરચા નાખી ૭-૮ મીનીટ ઘીરા તાપે થવા દો. પછી ઠંડુ પડે એટલે મિક્ષર મા પીસી લો.

  4. 4

    ગ્રેવી માટે - કઠાઇ મા તેલ ગરમ કરો. જીરુ. તજ અને તમાલ પત્ર ૨-૩ મિનિટ સાતળી લો. પછી એમા તૈયાર કરેલ કાજુ પેસ્ટ ઉમેરો. ૭-૮ મિનિટ ઘીમા તાપે થવાદો.

  5. 5

    ૧/૨ કપ મલાઈ નાખી ૧-૨ મિનિટ માટે સતત હલાવતા રહો. ખાંડ. ધાણા જીરુ. મરી અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરો અને સારી રીતે હલાવી લો. દહીં ભેગુ કરી ધીમા તાપે તેલ છુડુ પડે ત્યા સુધી થવાદો. જોઇતી ધડ્ડતા પ્રમાણે પાણી ઊમેરો.

  6. 6

    ગરમ મસાલો અને કસૂરી મેથી ઉમેરી સારી રીતે હલાવી એક ઊભરો આવાદો.

  7. 7

    તૈયાર થયેલ શાક ને કોફતા નાખી. તળેલા કાજુ થી સજાવી. ગરમા ગરમ રોટી સાથે ખાઇ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aanal’ kitchen (by Aanal Thakkar)
પર
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

Similar Recipes