મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

#GA4
#Week10
સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે.

મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week10
સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪  જણા
  1. ગ્રેવી માટે,
  2. 3મોટા ટામેટાં
  3. ડુંગળી મધ્યમ કદની
  4. 15કળી લસણ
  5. દોઢ ઈંચ આદુનો ટુકડો
  6. લીલા મરચાં
  7. ૭ થી ૮ નંગ આખા લવિંગ
  8. ૩ નંગતજ
  9. ૧ નંગઇલાયચી
  10. ૩ નંગલાલ સૂકા મરચાં
  11. ૩ નંગતમાલપત્ર
  12. 1/2ચમચી જીરુ
  13. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. 1/2ચમચી હળદર
  15. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  16. દોઢ ચમચી પંજાબી સબ્જી મસાલો
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. મીઠુ સ્વાદ મુજબ
  19. વઘાર માટે તેલ અથવા બટર
  20. 2-3 ચમચી મલાઈ
  21. કોફતા માટે ની સામગ્રી
  22. ૩ નંગબાફેલા બટેટાનો માવો
  23. ૩ ચમચીમેંદાનો લોટ
  24. ૩ ચમચીકોર્નફ્લોર
  25. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  26. 1/4 ચમચી હળદર
  27. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  28. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  29. મીઠું સ્વાદ પ્રમાણે
  30. 1 મોટી ચમચીખાંડ
  31. ૫૦ થી ૬૦ ગ્રામ જેટલું ખમણેલું પનીર
  32. કોફતા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    જાડા તળિયાના વાસણમાં તેલ અથવા તો બટર મૂકી,તેમાં આખુ જીરુ, તજ, લવિંગ, ઇલાયચી, તમાલ પત્ર, આખા લાલ મરચાં નાખી અને ત્યારબાદ લસણ, આદુ મરચા ઉમેરી થોડીવાર માટે સાંતળો. પછી તેમાં ડુંગળી ઉમેરી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી ટામેટાં ઉમેરી થોડા અધકચરા બફાઈ ત્યાં સુધી સાંતળો. અને ઠંડુ થયા બાદ મિક્સરમાં પેસ્ટ બનાવી લો.

  2. 2

    કોફતા માટે ની સામગ્રી મિક્સ કરીને બતાવ્યા પ્રમાણે ગોળા વાળીને મધ્યમ તાપે ગુલાબી રંગના તળી લો.

  3. 3

    હવે ગ્રેવી ના વઘાર માટે તેલ અથવા તો બટર મૂકી, તેમાં તમાલ પત્ર,લાલ મરચાં,તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી અને તેમાં હળદર, મરચું,ધાણાજીરુ પાઉડર, મીઠું ઉમેરીને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.

  4. 4

    પછી તેમાં બંને ગરમ મસાલા અને છેલ્લે મલાઈ ઉમેરી,જરૂર પૂરતું પાણી એડ કરી પાણી ઉકળે એટલે કોફતા એડ કરી અને પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes