મેકિસકન બરીટો (Mexican Burrito Recipe In Gujarati)

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૦ મિનિટ
૪ લોકો
  1. ૧ કપબાફેલા રાજમા
  2. ૧૧/૨ કપ રાંધેલા ભાત
  3. ૧થી ૧ +૧/૨ કપ મેંદો લોટ
  4. ૧/૨ કપબાફેલા લીલા વટાણા અને અમેરિકન મકાઈના દાણા
  5. ૧/૨ કપપનીર અથવા ટોફુ
  6. ૪ નંગટામેટાં
  7. ૪ નંગડુંગળી
  8. ૨ નંગસીમલા મરચા
  9. ૩ નંગલીલા મરચા
  10. થી ૧૦ નંગ લસણની કળી
  11. થોડો ટોમેટો કેચઅપ
  12. ૧-૨ ટેબલ સ્પૂન મેકિસકન સીઝનીંગ
  13. ૧/૨ ટી સ્પૂનશેકેલા જીરા પાઉડર
  14. ૧ ટેબલ સ્પૂનઆખુ જીરુ
  15. ૧ ટેબલ સ્પૂનકાશમીરી લાલ મરચુ
  16. ૧ ટી સ્પૂનખાંડ
  17. ૧ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. થોડુ ખમણેલુ ચીઝ
  20. થોડી કોથમીર
  21. તેલ
  22. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૦ મિનિટ
  1. 1

    પહેલા રાજમાને બાફી ને એકબાજુ રાખી દો

  2. 2

    હવે ટોટિઁયા રેપ (મેંદાની રોટલી) બનાવવા માટે એક બાઉલમા ૧૧/૨ કપ લોટ લઈ તેમા તેટલા જ માપનુ પાણી લો અને થોડુ થોડુ લોટમા નાખી ઢોસા જેવુ ખીરુ તૈયાર કરો અને તેમા ૧ ટી સ્પૂન ખાંડ, મીઠું ઉમેરો પછી તેમા ૧ ટે સ્પૂન તેલ અને મિલ્ક પાઉડર નાખી હલાવી દસેક મિનિટ ઢાંકીને રહેવા દો

  3. 3

    હવે ગેસ પર તવા અથવા પેન મુકી ઢોસાના જેમ ખીરુ પાથરી શેકી લો અનેટોટિઁયા તૈયાર કરી લો.. અને કપડામા મુકી એક બાજુ મુકી દો

  4. 4

    હવે બાફેલા રાજમા ની પેસ્ટ બનાવવા માટે એક પેન લઈ ગેસ પર મુકો તેમાઅડધી ચમચી તેલ નાખો ગરમ થાય એટલે 1/2ચમચી જીરુ નાખો પછી બે થી ત્રણ લસણ ની સમારેલી કળી નાખી સાંતળો પછી તેમા એક ટામેટું અને એક ડુંગળી નાની સમારી મિકસ કરો અને મીઠું અને મેકિસકન સીઝનીંગ તથા બાફેલા રાજમા નાખી થોડુ હલાવી ચડવા દો મિડિયમ ગેસે.. પછી 1/2ચમચી લાલ મરચુ પણ ઉમરો પછી એક બાઉલ મા કાઢી લો

  5. 5

    હવે એક મિકસર જાર મા રાજમા નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરી ને એક બાજુ રાખી દો

  6. 6

    હવે રાંધેલા ભાતનો મસાલો કરવા માટે ફરી એજ પેન ગેસ પર મુકી 1/2ચમચી તેલ અને જીરુ નાખો પછી લસણની બે ત્રણ કળી સમારીને નાખી ને સાંતળી લો પછી એક ડુંગળી સમારીને નાખો મીઠું ઉમેરીને હલાવી લો થોડુ સતળાઈ જાય પછી લીલા મરચા, સીમલા મરચા, લીલાવટાણા,મકાઈના દાણા, રાંધેલા ભાત ઉમેરી ને મિકસ કરી લો લાલ મરચુ, સીઝનીંગ. શેકેલા જીરા પાઉડર નાખી હલાવી નીચે ઉતારી લો અને એક બાઉલમા કાઢી લો

  7. 7

    હવે પનીર ને પણ એક પેનમા સહેજ તેલ,મીઠું, જીરા પાઉડર અને લાલ મરચુ પાઉડર નાખી ભેળવી તૈયાર કરી લો

  8. 8

    હવે ટોમેટો સાલસા બનાવવા માટે એક બાઉલમા ત્રણ ટમેટાને નાના સમારી લો એક ડુંગળી સમારી લો લીલા મરચા એક કે બે જીણા સમારીને નાખો હવે તેમા મીઠું, કોથમીર અને થોડો ટોમેટો કેચઅપ ઉમેરી મિકસ કરી લો ને આ રીતે ટોમેટો સાલસા તૈયાર કરી એકબાજુ રાખી દો

  9. 9

    હવે બધુજ તૈયાર છે એટલે બરીટો બનાવીશુ

  10. 10

    હવે એક ડીશ મા રેપ મુકી તેના પર રાજમાની પેસ્ટ લગાવવી પછી તેનાપર મસાલા ભાત બે થી ત્રણ ચમચી પાથરવા પછી તેના પર પનીર પાથરવુ પછી ટોમેટો સાલસા પાથરવા બધુ થોડુ થોડુ પાથરવુ પછી તેના પર ખમણેલુ ચીઝ પાથરવુ

  11. 11

    પછી થોડી કોથમીર પણ નાખવી

  12. 12

    હવે આ રીતે ભરી રોલ કરવો પહેલા બંને બાજુમાથી વાળવુ પછી ઊભો રોલ કરી વાળી લેવુ

  13. 13

    આ રોલ આ રીતે પણ સીધા ખાઈ શકાય છે અને ગી્લ અથવા ગેસ પર પેનમા શેકી ને પણ ખાઈ શકાય છે.. પેન મા તેલ અથવા બટર લગાવી ને આ રીતે બંને બાજુ શેકી લો અને ગરમા ગરમ પીરસો સાથે ટોમેટો સાલસા પણ..

  14. 14

    તૈયાર છે પો્ટીન અને કાબોઁહાઈડે્ડ થી ભરપુર મેકિસકન બરીટો.. થોડી મહેનત થોડુ ચીઝ છે પણ સ્વાદમા ખુબજ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes