મેક્સીકન ટાકૉસ (Mexican Tacos Recipe In Gujarati)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139

મેક્સીકન ટાકૉસ (Mexican Tacos Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દોઢ કલાક
બે વ્યક્તિ માટે
  1. ૬-૮ નંગરેડી ટાકોસ
  2. 4 નંગટામેટા
  3. 2 નંગકાંદા
  4. 1 નંગકેપ્સીકમ
  5. 200 ગ્રામરાજમા
  6. ૧ ટુકડોઆદું, 3 લીલા મરચાં, ૩ કળી લસણની
  7. 1 ચમચીtacos મસાલો
  8. 1/2ચમચી લાલ મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 3 નંગચીઝ ક્યુબ
  11. મિક્સ સલાડ
  12. ફુદીનો
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

દોઢ કલાક
  1. 1

    સૌપ્રથમ આ સાલસા સોસ બનાવો. તેમાં કાંદા કેપ્સીકમ અને ટામેટાને બાફી લેવા. ત્યારબાદ તે બાફેલા મિક્સરને મિક્સર જારમાં આદુ, મરચાં, લસણ, વિનેગર, મીઠું અને ખાંડ નાખીને મિક્સ કરવું અને તમારો સાલસા સોસ તૈયાર છે

  2. 2

    સૌપ્રથમ રાજમાને બાફી લેવા પછી તેને હાથેથી થોડા ક્રશ કરી લેવા. હવે એક પેનમાં બે ચમચી તેલ ઉમેરી તેમાં કાંદા નાખવા.

  3. 3

    કાંદા થોડા સતળાય પછી તેમાં taco મસાલો લાલ મરચું અને મીઠું ઉમેરવું. ત્યારબાદ 1/4 કપ પાણી નાખવું અને પાંચ મિનિટ ઉકાળવું.

  4. 4

    રાજમા મિક્સર રેડી છે. હવે અહીં મેં બે સલાડ સુધાર્યા છે એક મિક્સ સલાટ છે અને બીજો ફુદીના અને ટામેટાં નું સલાડ છે. મિક્સ સલાડમાં થોડું મીઠું નાખવું અને ફુદીનાના સલાડમાં સંચળ પાઉડર અને મીઠું ઉમેરો.

  5. 5

    હવે તૈયાર ટાકોસ ને મેં અડધા કર્યા છે તેથી ખાવું ફાવે. હવે તેના પર સૌપ્રથમ રાજમાં પાથરવા ત્યારબાદ તેના પર સાલસા લગાડવો અને તેની ઉપર સલાડ પાથરવો.

  6. 6

    હવે છેલ્લે તેના પર ચીઝ ખમણી ને નાખવી અને તમારા tacos રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
પર

Similar Recipes