બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ નંગબ્રેડની સ્લાઈસ
  2. ૧ નંગડુંગળી
  3. ૧ નંગટામેટાં
  4. ૧/૨ નંગકેપ્સીકમ
  5. ૪-૫ ચમચી ટોમેટો સોસ
  6. ૧ ચમચીરેડ ચીલી સોસ
  7. ૧ નંગચીઝ ક્યુબ
  8. બટર
  9. 1 ટી.સ્પૂનચીલી ફલેકસ
  10. 1 ટી. સ્પૂનમિક્સ હર્બ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ડુંગળી ટામેટાં અને કેપ્સીકમ સુધારવા.

  2. 2

    ત્યારબાદ ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવો.જેમાં એક વાટકામાં ચાર ચમચી ટોમેટો સોસ, એક ચમચી સોયા સોસ તેમજ ચપટી મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ નાખી હલાવી લેવુ.

  3. 3

    હવે બ્રેડની સ્લાઈસને એક બાજુ બટર થી શેકી લેવી

  4. 4

    પછી શેકેલા ભાગ પર તૈયાર કરેલ સોસ પાથરી તેના પર ટામેટાં,કેપ્સીકમ અને ડુંગળી પાથરી પછી ચીઝ ખમણવું અને તેના પર ચીલી ફ્લેક્સ અને મીકસ હર્બ છાંટી બધી બ્રેડ આ રીતે તૈયાર કરો.

  5. 5

    પછી લોઢી પર બટર લગાડી તૈયાર કરેલ બ્રેડ ઉમેરી ઢાંકણું ઢાંકી બે મિનિટ માટે ધીમા તાપે રહેવા દેવું અને બધી બ્રેડ માટે આ રીતે કરી લેવું.

  6. 6

    પછી તેને લોઢી પરથી ઉતારી વચ્ચેથી પીસ કરી સર્વ કરવા તૈયાર છે બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes