ઘટકો

  1. 2 નંગ અડદના પાપડ
  2. 1 નંગ ટામેટું
  3. 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી
  4. કોથમીર ઝીણી સમારેલી
  5. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી ધાણા જીરું પાઉડર
  7. 1/2 ચમચી આમચૂર પાઉડર
  8. 1 ચમચી ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોસ્ટેડ મસાલા પાપડ બનાવવા માટે સૌ પ્રથમ આપણે સલાડ તૈયાર કરી લઈશુ. હવે ડુંગળીને અને ટામેટાં ને ઝીણા સમારી લઈશુ.અને કોથમીર ઝીણી સમારી લઈશુ. હવે એક બાઉલમાં 1/2ચમચી લાલ મરચું પાઉડર અને 1/2ચમચી ધાણા જીરું પાઉડર અને 1/2ચમચી આમચૂર પાઉડર અને એક ચમચી ચાટ મસાલો નાંખીને બરાબર મિક્સ કરી લેવું. આ રીતે મસાલો તૈયાર કરી લેવો.

  2. 2

    મસાલા પાપડ બનાવવા માટે સલાડ અને મસાલો તૈયાર કરી લીધાં બાદ હવે આપણે પાપડ શેકી લઈશુ.

  3. 3

    પાપડ શેકવા માટે એક લોઢી ગેસ પર ગરમ કરવા મૂકો. ધીમા ગેસ રાખી પાપડ ને બંને બાજુ શેકી લો.

  4. 4

    પાપડ શેકાઈ જાય પછી તેના પર તૈયાર કરેલા સલાડ ને પાથરો. પાપડ પર સલાડ પાથરયા પછી તેના પર તૈયાર કરેલા મસાલો છાંટો.

  5. 5

    તો તૈયાર છે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી એવો રોસ્ટેડ મસાલા પાપડ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Khushi Dattani
Khushi Dattani @cook_21123323
પર
Khambhaliya

Similar Recipes