પાપડ (Papad Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#GA4
#Week23
#Papad
'પાપડ' વિશે તો જે કહીએ એ ઓછું પડે અને જો કોઈપણ ડીશ લંચ કે ડીનર માટે હોય જો પાપડ ન હોય તો તે અધુરૂ જ લાગે. રાત્રે ફક્ત ખીચડી જ બનાવો અને સાથે એક પાપડ ખાઓ તો પણ બત્રીસ ભોજનનો ઓડકાર આવે. સવારે ચા સાથે ખાખરાની જગ્યાએ તમે પાપડ લો તો જમ્યાની ફીલિંગ આવે.અને આપણે ગુજરાતીઓને તો પાપડ વગર ચાલે જ ના.અને એટલે આજે હું આપના માટે પાપડની રેશિપી લાવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ll વાટકો ચોખાનો જીણો લોટ
  2. 1 ચમચો 4-5 કલાક પલાળેલા સાબુદાણા
  3. 4 વાટકા પાણી
  4. 1+1/2 ચમચીપાપડીયો ખારો
  5. 1/2 ચમચી જીરૂ
  6. 1/2 ચમચી હિંગ
  7. મીઠું જરૂર પ્રમાણે
  8. 3-4લીલાં તીખાં જીણા સમારેલા મરચાં
  9. 2 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ પર એક તપેલીમાં 2 ચમચી તેલ ગરમ મૂકો અને તરત જ તેમાં પાણી ઉમેરી દો.અને પલાળેલા સાબુદાણા ઉમેરી ચડવા દો.પછી તેમાં મીઠું ઉમેરો.

  2. 2

    પછી તેમાં પાપડીયો ખારો,જીરૂ તથા હીંગ ઉમેરો.

  3. 3

    એ પછી તેમાં સમારેલા લીલાં મરચાં ઉમેરી ઉકળવા દો.સાબુદાણા એકદમ ગળી જશે.પાણી 2ll વાટકા જેટલું રહે ત્યારે પાણીમાં વેલણ ફેરવો.

  4. 4

    પછી ગેસ ધીમો કરી ઝડપથી લોટ ઉમેરી દો.અને વેલણથી સતત પાંચ મિનિટ હલાવી મિક્સ કરી બે મિનિટ ઢાંકી ધીમી આંચે ચડવા દો.હવે ગેસ બંધ કરી ખીચુ સીઝાવા દો.

  5. 5

    એ પછી એક ચમચી તેલ લઈ ખીચુ કેળવી લો.

  6. 6

    તેમાંથી લુઆ બનાવી ચોરસ કાપેલ બે પ્લાસ્ટિક પેપર વચ્ચે લુઓ મૂકી વેલણ થી વણી લો.તડકામાં આખો દિવસ સૂકાવો.બીજે દિવસે આકરા તાપમાં તપાવી એરટાઈટ ડબ્બામાં પેક કરો.

  7. 7

    લંચ ડીનર કોઈપણ પ્રસંગે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી તેમાં તળી લો અને પાપડ ડીશમાં લઈ જમવામાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes