મહારાષ્ટ્રીયન સ્ટાઈલ સરગવો (Maharastrian Style Saragva Recipe In Gujarati)

Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
હિના ઉપાદયાય

મહારાષ્ટ્રીયન સ્ટાઈલ સરગવો (Maharastrian Style Saragva Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૨- ડુંગળી સમારેલી
  2. ૧૦-૧૨- લસણની કળી
  3. ૨- ચમચી શીંગદાણા નો ભુક્કો
  4. ૧- ટામેટુ સમારેલુ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨૫૦- સરગવો સમારેલો
  7. ૨- ચમચી લાલ મરચું પાઉડર
  8. ૧- ચમચી ગરમ મસાલો
  9. ૧/૨- ચમચી હળદર
  10. ૨- ચમચી ધાણાજીરૂ
  11. તેલ
  12. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ સરગવા ને સમારીને ધોઈને એક તપેલીમાં બાફવા મૂકો

  2. 2

    પછી એક ગેસ પર કડાઈમાં ૧ ચમચી તેલ મૂકી દો પછી તેમાં સમારેલી ડુંગળી લસણ નાખી સેકી લો

  3. 3

    લાલ થાય ત્યાં સુધી સાંતળો પછી ગેસ બંધ કરી દો અને થંડુ થવા દો

  4. 4

    પછી થંડુ થાય એટલે તેમાં શીંગદાણા નો ભુક્કો નાખી દો અને સમારેલા ટામેટા એડ કરો અને મિક્સર જાર માં નાખી દો

  5. 5

    અને જરૂર પડે તો પાણી રેડી દો અને ક્રશ કરી દો ગ્રેવી બનાવી લો

  6. 6

    અને ગેસ પર એક કડાઈમાં તેલ રેડી દો અને પછી તેમાં આ ગ્રેવી એડ કરો અને તેને ૨-૩ મિનિટ માટે સાંતળો

  7. 7

    હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો, ધાણાજીરૂ અને હળદર પણ નાખી દો હવે તેને ૨ મિનિટ માટે સાંતળો અને તેલ છુટું પડે ત્યાં સુધી સાંતળો

  8. 8

    હવે સરગવો ચેક કરી લો બફાય એટલે તેને ગેસ બંધ કરી દો અને સરગવો પણ કડાઈમાં એડ કરો

  9. 9

    હવે કડાઈમાં પાણી રેડી દો અને ઢાંકી ને ૫-૧૦ મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દો

  10. 10

    હવે કડાઈમાં તેલ ઉપર છુટે ત્યાં સુધી ઉકાળો અને પાણી વધારે ન રેડવું જેથી રસો બવ પાતળું ન થાય હવે એક બાઉલમાં કાઢી ને રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Upadhyay
Heena Upadhyay @cook_20066424
પર
હિના ઉપાદયાય

Similar Recipes