બ્રેડ (Bread Recipe In Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 1 1/2 કપઘઉંનો લોટ
  2. 1 1/2 કપમેંદાનો લોટ
  3. 1 1/2 ટી સ્પૂનડ્રાય યીસ્ટ
  4. 1 ટી સ્પૂનખાંડ
  5. 1 કપમિલ્ક પાઉડર
  6. 1 કપનવશેકુ પાણી
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક બોલમાં નવશેકું પાણી ખાંડ અને યીસ્ટ મિક્સ કરી તેને દસ મિનિટ માટે આથો આવવા રાખી દેવું

  2. 2

    આથો આવે ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ મેંદાનો લોટ ચાળીને ઉમેરવો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને મિલ્ક પાઉડર ઉમેરવું. હવે તેને ખૂબ મસળવું જરૂર પડે તો બિટર ના મદદથી પણ લોટ બાંધી શકાય. જરૂર પડે તો થોડું પાણી ઉમેરતું રહેવું. બ્રેડ નો લોટ ચિકાસ પડતો હોય છે તેથી તેને બંધાતા થોડી વાર લાગે છે.

  3. 3

    છેલ્લે તેમાં એક ટેબલ સ્કૂલ બટર ઉમેરી લોટ ને થોડીવાર પાછો મસળવો. ત્યારબાદ એક બોલને બટર અથવા ઘી વડે મસળી તેમાં લોટને આથો આવવા માટે એક કલાક રાખી દેવો.

  4. 4

    આથો આવી જાય એટલે લોટ ફૂલીને ડબલ થઇ જશે ત્યારબાદ લોટને ફરીથી બે પાંચ મિનિટ મસળી લેવો અને તેને જે મોલ્ડ માં બેક કરવી હોય તેને ગ્રીઝ કરી લેવું. હવે લોટને મોલ્ડ નો આકાર આપી મોલ્ડ માં મૂકી તેને ફરીથી 30 મિનિટ આથો લાવા મૂકી દેવી.

  5. 5

    હવે બ્રેડ ને preheated 30 થી 35 મિનિટ માટે 180 ડિગ્રી સેલ્સિયસ પર બેક કરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

Similar Recipes