ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Dominose Style Garlic Bread Recipe In Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

#GA4 #Week26
Keyword ::: bread
ગાર્લિક અને બ્રેડ નું કૉમ્બિનેશન હંમેશા જ સુપર્બ લાગે છે.અને એમાંય વડી ચીઝ ભળે...એટલે તો સોને પે સુહાગા.
ગાર્લિક બ્રેડ બ્રેકફાસ્ટ કે સ્ટાર્ટર માટે બેસ્ટ ઑપ્શન છે.

ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Dominose Style Garlic Bread Recipe In Gujarati)

#GA4 #Week26
Keyword ::: bread
ગાર્લિક અને બ્રેડ નું કૉમ્બિનેશન હંમેશા જ સુપર્બ લાગે છે.અને એમાંય વડી ચીઝ ભળે...એટલે તો સોને પે સુહાગા.
ગાર્લિક બ્રેડ બ્રેકફાસ્ટ કે સ્ટાર્ટર માટે બેસ્ટ ઑપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 કપમેંદો
  2. 1/3 કપપાણી
  3. 1 tbspખાંડ
  4. 1 tspડ્રાય યીસ્ટ
  5. 1/4 tspમીઠું
  6. 1 tbspમિલ્ક પાઉડર
  7. 2 tspચીલી ફ્લેક્સ
  8. 2 tspમીક્ષ હર્બસ્
  9. 1/2 tspબટર
  10. ફિલીંગ માટે:
  11. 3 tbspબટર
  12. 2 tbspબારીક સમારેલું લીલું લસણ
  13. 2 tbspબારીક સમારેલા લીલા ધાણા
  14. 1 કપછીણેલું ચીઝ - મોઝરેલા + પ્રોસેસ્ડ
  15. 1/2 કપસ્વીટ કોર્ન અને સમારેલા કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાણીને હુંફાળુ ગરમ કરો.તેને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ અને ડ્રાય યીસ્ટ ઉમેરી બરાબર હલાવી 5-7 મિનિટ ઢાંકી રાખો.જેથી યીસ્ટ એક્ટિવ થઈ જાય.

  2. 2

    હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું,મિલ્ક પાઉડર,બટર,ચીલી ફ્લેક્સ અને મિક્ષ હર્બસ્ ઉમેરી બરાબર મિક્ષ કરો.

  3. 3

    યીસ્ટ એક્ટિવ થઈ જાય પછી તે પાણી તૈયાર કરેલ લોટ માં ધીમે ધીમે ઉમેરતા જઈ લોટની નરમ કણક બાંધો.10-12 મિનિટ સુધી લોટને બરાબર મસળો.ત્યાર બાદ તેલ લગાવી ઢાંકીને 1-1.30 કલાક રહેવા દો.

  4. 4

    1 કલાક બાદ લોટ ફૂલી જાય પછી ફરીથી એને 5-7 મિનિટ મસળો.ત્યાર બાદ તેને ગ્રીસ કરેલ બેકિંગ ટ્રે માં બટર પેપર પર હાથ વડે રોટલાની જેમ થાપવું

  5. 5

    ફિલિંગ માટે બટરમાં ધાણા-લસણ ઉમેરી બરાબર મિક્સ કરો.મિશ્રણને તૈયાર કરેલ રોટલા પર લગાવો.

  6. 6

    હવે તેના પર એક સાઈડ પર છીણેલું ચીઝ પાથરો.તમે અહીં કેપ્સિકમ અને સ્વીટ કૉર્ન પણ ઉમેરી શકો છો.ત્યા બાદ કિનારી પર પાણી લગાવી એક સાઈડ થી બોર્ડર સીલ કરી દો.હવે તેના બટર-ગાર્લિક મિશ્રણ લગાવી ચીલી ફ્લેક્સ અને મિક્ષ હર્બસ્ સ્પ્રિંકલ કરો.

  7. 7

    માઈક્રોવેવ ને 180 ડિગ્રી પર પ્રીહિટ કરી 12-14 મિનિટ બૅક કરો.તૈયાર છે ગરમાગરમ ડૉમિનોઝ જેવા જ ગાર્લિક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Prit Naik
પર

Similar Recipes