બ્રેડ પકોડા (Bread pakoda Recipe in Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1પેકેટ બ્રેડ
  2. સ્ટફિંગ માટે:
  3. 500 ગ્રામબાફેલા બટાકા
  4. 100 ગ્રામબાફેલા વટાણા
  5. 3-4 નંગલીલી ડુંગળી ઝીણી સમારેલી
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 નંગલીંબુનો રસ
  10. 1 ચમચીખાંડ
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  13. સ્વાદ અનુસારમીઠું
  14. 2 ચમચીકોથમીર
  15. બેટર બનાવવા માટે:
  16. 1 વાટકીચણાનો લોટ
  17. 1 વાટકીમેંદાનો લોટ અથવા ઘઉંનો લોટ
  18. સ્વાદ અનુસારમીઠું
  19. ચપટીસાજીના ફૂલ
  20. જરૂર મુજબ પાણી
  21. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા વટાણા ને બાફી ને તેને મેશ કરી લઈએ

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકીને તેમાં લીમડાના પાન હિંગ મૂકીને ડુંગળી નાખીને ચડવા દેવી પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી ને મિક્સ કરી લેવું

  3. 3

    ત્યારબાદ ઉપર મુજબના બધા મસાલા અને બાફેલા વટાણા નાખીને મિક્સ કરી લેવું

  4. 4

    પછી એક બાઉલમાં ચણાનો લોટ અને મેંદા નો લોટ નાખી ને તેમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ નાખીને બેટર બનાવી લેવું

  5. 5

    પછી એક બ્રેડ લઇ ને તેમાં તૈયાર કરેલો મસાલો પાથરી ને તેની ઉપર બીજી બ્રેડ મૂકી ને કટ કરી લેવી

  6. 6

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ કટ કરેલી બ્રેડને બેટર માં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવા

  7. 7

    પછી તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes