અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Recipe in Gujarati)

Harshida Thakar
Harshida Thakar @cook_18046181

#CT
આમતો સેવખમણી બધેજ મળતી હશે , પણ અમારા અમદાવાદ મણિનગર માં લિજ્જત ની સેવખમણી ખૂબ ફેમસ છે, આ સેવ ખમણી તે લોકોની અમીરી સેવ ખમણી એટલેકે તે કાજુધ્રાક્સ નાખે છે એવીજ મેં બનાવા નો પ્રયત્ન કર્યો છે ,
મારા ઘરના ને ખૂબ પસંદ છે
આશા રાખું જરૂર ગમશે.

અમીરી સેવ ખમણી (Amiri Sev Khamni Recipe in Gujarati)

#CT
આમતો સેવખમણી બધેજ મળતી હશે , પણ અમારા અમદાવાદ મણિનગર માં લિજ્જત ની સેવખમણી ખૂબ ફેમસ છે, આ સેવ ખમણી તે લોકોની અમીરી સેવ ખમણી એટલેકે તે કાજુધ્રાક્સ નાખે છે એવીજ મેં બનાવા નો પ્રયત્ન કર્યો છે ,
મારા ઘરના ને ખૂબ પસંદ છે
આશા રાખું જરૂર ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચણા ની દાળ
  2. 2 ટે સ્પૂનચોખા
  3. મીઠું ટેસ્ટ મુજબ
  4. ચપટીહિંગ
  5. 1/4 ટી સ્પૂનહળદર
  6. 1ટે સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  7. 1/2ટી સ્પૂનલીંબુ ના ફૂલ
  8. વઘાર માટે 1 ટી સ્પૂન રાઈ અને તલ
  9. કોથમીર 1 ગડો
  10. 10 નંગકાજુ
  11. 10 નંગકિસમિસ
  12. 2 ટે સ્પૂનકોપરા નું છીણ
  13. દાડમ ના દાણા જરૂર મુજબ
  14. ગ્રીન ચટણી ગાર્નિશ માટે
  15. જીણી સેવ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ દાળ 6 થી 7 કલાક અથવા ઓવર નાઈટ પલાળી રાખો સાથે ચોખા પણ એડ કરી ધોઈ પલાળી રાખી, સવારે તેમાં મરચા આદુ તથા મીઠું દહીં અથવા લીંબુ ના ફૂલ નાખી ઢાંકી આથો આવવા ગરમ જગા એ મૂકી દો,

  2. 2
  3. 3

    હવે આથો આવી ગયા બાદ તેમાં હિંગ હળદર, મીઠું, નાખી બરાબર ફીણી લો, જેથી સોફ્ટ થાય એમ તમે સોડા કે ઇનો ના નાખો તો ચાલે, ફીણી લીધા બાદ થાળી તેલ વાળી કરી સ્ટીમ કરવા 20 મિનિટ મૂકી દો, હવે

  4. 4

    હવે તે થઈ જાય પછી એકદમ ઠંડુ પડે પછી જ ભૂકો કરી લો, જો ગરમ ભૂકો કરશો તો ચીકણું પડી જશે, આમ ભૂકો કર્યા બાદ કડાઈ માં શીંગ તેલ મૂકી રાઈ તલ હિંગ નાખી ધ્રાક્સ અને કાજુ નાખી તરત પાણી 1 કપ જેટલું નાખો, અને લીલા મરચા ચીરી કરી નાખી તેમાં મોરસ ઉમેરી વઘાર ઉકળે પછી ભૂકો કરેલી મિશ્રણ ઉમેરી હલાવી ગેસ બંધ કરી ઢાંકી રાખો એવું કરવા થી ખમણી નો દાણો ફૂલી જઈ સોફ્ટ થશે અને અને ખાવામાં ડૂચો નહીં લાગે

  5. 5

    10 મિનિટ બાદ ખોલી દો,

  6. 6

    અને પ્લેટ માં લિટની ઉપર સેવ અને તીખી ગ્રીન ચટણી સાથે ટેસ્ટી અને ચટાકેદાર અમીરી સેવ ખમણી નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harshida Thakar
Harshida Thakar @cook_18046181
પર

Similar Recipes