જલેબી (Jalebi Recipe In Gujarati)

જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.
અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.
જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.
જલેબી (Jalebi Recipe In Gujarati)
જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.
અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.
જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મેંદા ના ચાણેલા લોટ માં ઘી અને દહીં નાંખી મીક્ષ કરો. હવે, હુફાંળું પાણી થોડું થોડું ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. ગરમી માં આ ખીરાં માં મોટે ભાગે ૧૨-૧૩ કલાક માં આથો આવી જાય છે. જો બહુ ઠંડી હોય તો આથો આવતાં થોડી વધારે વાર લાગે છે. ખીરાં ને ઠાંકી ને ગરમ હોય તેવી જગ્યા પર આથો લાવવા મુકો.
- 2
જલેબી બનાવવા ની થોડી વાર પહેલાં ચાસણી તૈયાર કરી લો. એક વાસણ માં ખાંડ ડુબે એટલું પાણી લઈ ગરમ કરવા મુકો. એકતાર થાય ત્યાં સુધી ઉકાળી લો. તેમાં લીંબુ નો રસ ઉમેરી મીક્ષ કરી લો. લીંબુ નો રસ ચાસણી માં crystallization થતાં રોકેસે, અને ચીંતા ના કરસો, એનાંથી ટેસ્ટ માં કોઈ ફેર નહિં પડે. આ કરવું ખુબ જ જરુરી છે. હવે, ચાસણી ગેસ પરથી ઉતારી તેમાં તેમાં ઇલાયચી પાઉડર અને કેસર ઉમેરો, મીક્ષ કરી લો.
- 3
એકદમ સરસ આથો આવી ગયો છે. (૧૬ કલાક થયા) સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એમાં ફુડ કલર ઉમેરો. મેં ઓરેન્જ કલર ઉમેર્યો છે. તમે ઇચ્છો તો પીળો કલર પણ ઉમેરી સકો છો. ચાહો તો ચાસણી માં પણ ઉમેરી સકો છો. હું ચાસણી વધે તો એનો બીજી વાનગી માં ઉપયોગ કરું છું, એટલે ચાસણીમાં કલર નથી નાંખતી. સરસ રીતે મીક્ષ કરી લો. હવે,જલેબી બનાવવાની જરા વાર પહેલાં ખીરા માં ઈનો ઉમેરો, બરોબર હલાવી ને સરસ મીક્ષ કરી લો. ઘી ગરમ કરવા મુકી દો અને જલેબી નાં ખીરાં ને એક બોટલમાં ભરી લો. મેં જલેબી પાડવા પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કર્યો છે.
- 4
હવે, ગરમ ઘી માં જલેબી પાડો. મેં ઘરનું બનાવેલું ઘી લીધું છે. ગેસ મિડીયમ પર રાખો. ગોળ ગોળ ચકરડાં પાડો. પહેલી વાર કરતાં હસો તો શરું માં થોડી બરોબર નહિ પડે, પણ પછી ધીમે ધીમે હાથ બેસી જસે. ચકરી પાડતાં હોય એમ ગોળ ગોળ કરો, અને છેડો વચ્ચે લઈ જઈ બંધ કરો. ઘી ગરમ હસે, એટલે ધ્યાન થી પાડવી. એકદમ થીક બેટર હસે, એટલે બોટલ ને ધીમે ધીમે દબાવી બેટર બહાર લાવવું. બહુ બધું એક સામટું બહાર ના આવે એનું પણ ધ્યાન રાખવું.
- 5
હવે, ઘી માં પાડેલી જલેબી ને બંને બાજુ સરસ તળાવા દો.ચાસણી ને બાજુમાં જ રાખો. જલેબી તળાય એટલે કાઢી ને તરત જ હુફાળી ચાસણી માં મુકો. જરા વાર જલેબી ને ચાસણી પી વા દો, અને પછી એને કાઢી ને ગરમ ગરમ જલેબી એન્જોય કરો. આટલા બેટરમાં થી મારે ૩૫ જેટલી મીડીયમ સાઇઝ ની જલેબી બની હતી. એકદમ કી્સ્પી અને જ્યુસી શુદ્ધ ઘી માં બનેલી જલેબી. બનાવતાં બનાવતાં ૪-૫ તો ચાખી લીધી...
- 6
ગરમ ગરમ જલેબી પર બદામ પીસ્તા ની કતરણ ઉમેરો અને જલેબી એન્જોય કરો.
- 7
ઉંધુયા જોડે ઘરની એકદમ ચોખ્ખા ઘી માં બનાવેલી જલેબી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
Top Search in
Similar Recipes
-
જલેબી(Jalebi Recipe in Gujarati)
#trendજલેબી એ ગુજરાતીઓ નું મનપસંદ ડીશ છે. ફાફડા જોડે જલેબી દરેક ગુજરાતી નાશ્તા માં હોય જ છે. Kinjalkeyurshah -
ગુલાબજાંબુ કેક (Gulab Jamun Cake recipe in Gujarati)
#trending#GulabJamunCakeગુલાબજાંબુ અને કેક એ બંને મારી દિકરી નાં ખુબ જ ફેવરેટ છે. ઘણાં સમય થી હું ગુલાબજાંબુ કેક બધાને બનાવતાં જોઈ રહી છું. મને પણ બનાવવાનું ખુબ મન થઈ ગયું હતું. પણ કોઈ વાર બનાવી ન હતી એટલે મન થોડું પાછું પડી જતું હતું... કે કેવો લાગતો હસે એ બંને નો ટેસ્ટ જોડે, અને સારી બનશે કે કેમ આ એક અલગ જ જાત ની કેક!!!ગુલાબજાંબુ અને કેક એ બંને અલગ અલગ તો અવાર નવાર વાર-તહેવારે ઘરે બનતાં જ હોય છે, પણ આજે તો નક્કી કરી જ લીધું કે આ ગુલાબજાંબુ કેક બનાવવાનો હું પ્રયત્ન જરુર કરીસ. ઘરમાં ગુલાબજાંબુ નું પેકેટ તો હતું જ, અને કેક નો બધો સામાન. બસ, પછી તો બનાવી દીધી ગુલાબજાંબુ કેક. ખુબ જ સરળ છે. બંને ને અલગ થી બનાવી જોડે અસ્મ્બલ કરી, આઈસીંગ લગાવ્યું અને જરા ડેકોર. એકદમ ટેસ્ટી કેક તૈયાર થઈ ગઈ.ગુલાબજાંબુ કેક ખુબ જ સરસ બની છે. ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગી. અમારી ઘરે તો બધાને ખુબ જ ભાવી. કાંઈ નવું બનાવવાની મને મઝા પણ પણ આવી. અને ઘરે બધાં ને એક નવી વસ્તુ ખાવાનો મોકો મળ્યો. જો તમે ગુલાબજાંબુ કેક બનાવી ના હોય તો, જરુર થી બનાવજો. અને જરુર થી જણાવજો કે તમને આ કેક કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
જલેબી(Jalebi Recipe in Gujarati)
રસદાર અને પારંપારિક જલેબી બનાવવા માટે સુજી જલેબી સરળ ઉપાય છે. સામાન્ય રીતે સુજી જલેબી બનાવવા માટે તેના બેટર એક દિવસ પહેલાં તૈયાર કરવું પડે છે.જ્યારે સુજી જલેબી માટે અગાઉ થી કોઈ તૈયારી કરવાની હોતી નથી instant jalebi સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week9#fried Nidhi Sanghvi -
અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trendPoonam dholakiya
-
કેસર જલેબી (Kesar Jalebi Recipe in Gujarati)
#trend#week1#post3#કેસર_જલેબી ( Kesar Jalebi Recipe in Gujarati ) આ કેસર જલેબી મે પહેલી વાર જ પહેલા એટેમ્પ માં જ આવી બનાવી છે. પણ જલેબી એકદમ જ્યૂસી ને સોફ્ટ બની હતી. મારી મોટી દીકરી ની ખૂબ જ ફેવરિટ આ જલેબી છે. ફરી બનાવીશ તો આનાથી પણ સરસ બનશે. એ મને ખાતરી છે. Daxa Parmar -
ઇન્સ્ટન્ટ ક્રિસ્પ જલેબી / દહીં જલેબી(Dahi Jalebi Recipe In Gujarati)
ક્રિસ્પ જલેબી મીઠી અને સ્વાદિષ્ટ,ભારતીય આકર્ષક ઉત્સવની મીઠી વાનગી છે. આ કડક - કડક જલેબી રેસીપીનો સ્વાદ જ્યારે ઠંડા દહીંમાં બોળવામાં આવે ત્યારે શ્રેષ્ઠ હોય છે... ટેસ્ટસ અમેઝિંગ... Foram Vyas -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#trendઆજે મેં તમારી સાથે ઈન્સ્ટન્ટ જલેબી ની રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં એકદમ ક્રન્ચી અને રસીલી છેYou tube channelhttps://www.youtube.com/channel/UCc_KjcgYgGkgYbnZ6SQwRSw Mumma's Kitchen -
જલેબી(Jalebi recipe in Gujarati)
#trend#પોસ્ટ ૧આજે મેં પહેલી વખત હોમમેડ જલેબી બનાવી છે.ખરેખર ખુબજ સરસ બની છે અને એ પણ ૧૫ થી ૨૦ મિનીટ ની પ્રોસેસ માં બની ગયો.. Daksha Vikani -
જલેબી (Jalebi recipe in gujarati)
જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે.. Hetal Gandhi -
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe in Gujarati)
#trend#week_1#post_1#cookpadindia#cookpad_gujજલેબી બનાવવા નો મોકો આજ સુધી નથી મળ્યો કે ક્યારે બનાવવા નું વિચાર્યું પણ નહીં. પણ કૂકપેડ નાં આ trend ના કોન્ટેસ્ટ માં વાનગી ઘણી હતી પરંતુ મેં જલેબી બનાવવા નું પસંદ કર્યું. વિચારી ને એમ થાય કે ખૂબ મેહનત નું કામ છે પણ ખરેખર એવું નથી. બસ મન અને મેહનત થી કરીએ એટલે સારું જ બને. આ મારી પહેલી જ ટ્રાયલ હતી જલેબી ની અને ઘરે થી ખૂબ જ સારા રિવ્યુ મળ્યા કે પહેલી ટ્રાયલ માં ખૂબ જ સરસ અને મસ્ત ક્રિસ્પી પણ થઈ છે. હા શેપ માં હજુ આપણે માસ્ટર નથી બન્યા પણ પ્રેક્ટિસ કરતા કરતા આવી જશે. જરૂર થી બધા ટ્રાય કરજો. બનાવી ને ખૂબ જ ખુશી મળશે. Chandni Modi -
સુજી જલેબી(sooji jalebi in gujarati)
#વિકમીલ2#weekmeal2મિષ્ટાન ખાવાનું પણ મન થાય અને હેલ્થ નું પણ ધ્યાન રાખવાનું હોય તો પછી રવા ની આ જલેબી 1 વાર જરૂર ટ્રાઇ કરો. Komal Dattani -
ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
#GA4#Week26આજ નું આ ઓરેન્જ પંચ નોન આલ્કોહોલિક રેસીપી છે. તે બહુ જ સ્વાદિષ્ટ પીણું છે, જેમાં ઓરેન્જ જ્યુસ અને આઈસકી્મ બંને હોય છે, એટલે એ નાના મોટા બધાં નું એકદમ ફેવરેટ બની જાય છે.આ એક ખુબ જ રિફ્રેશિંગ અને એનર્જી આપતું પંચ છે. ઓરેન્જ પંચ ને ફે્સ ઓરેન્જ જ્યુસ, સ્પ્રાઇટ અને વેનીલા આઈસ્ક્રીમ માંથી બનાવવામાં આવે છે. તેને બનાવવું ખુબ જ સહેલું હોય છે અને ખુબ જ ઝડપથી ટેસ્ટી એવું ઓરેન્જ પંય બની જાય છે. તમે પણ આ બનાવીને જરુર થી જોજો અને જણાવજો કે કેવું લાગ્યું.#OrangePunch#Cookpad#Cookpadgujarati#CookpadIndia Suchi Shah -
જલેબી(Jalebi Recipe in Gujarati)
#કૂકબુકઆ જલેબી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. જલેબી ખાવાનું એટલું મન હતું કે આજે ટરાય કરી જ લીધી. Vijyeta Gohil -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
જલેબી (jalebi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post8 આજે મેં જલેબી બનાવી છે.મને પીળા કલરની જલેબી બહુ ભાવે. સવાર સવારમાં જલેબી ગાંઠિયા નો નાસ્તો કરવાની બહુ મજા આવે. મારા ઘરમાં દશેરાના દિવસે તો સ્પેશ્યલ જલેબી બને જ.... Kiran Solanki -
ઇન્સ્ટન્ટ જલેબી(instant jalebi without curd or banking powder Recipe In gujarati)
#goldenapron3week18Besanજલેબી બનાવવી એકદમ આસન છે. જો પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો તે ખૂબ સરસ બને છે. આજે આ જલેબી મે ઇન્સ્ટન્ટ બનાવી છે જેમાં દહીં બેકિંગ પાઉડર કે સોડા કસાય ની જરૂર નથી..તો જોવો મારી રેસીપી.. Chhaya Panchal -
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
-
જલેબી
#trendજલેબી એ પુરા ભારત ની બેસ્ટ અને ફેમસ સ્વીટ છે કોઈપણ શહેર હોય કે ગામડું કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ "જલેબી" બધા ની બહુ ચર્ચિત ફેવરિટ મીઠાઈ છે પહેલા ના જમાના માં પણ જલેબી નું વર્ણન આપણી ઘણી જ પુસ્તકો માં છે તો જોઈએ કે એ બને છે કેવી રીતે...!!! Naina Bhojak -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#Trend#week-૧ જલેબી નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.નાના મોટા સૌને ભાવે છે. અને તે તરત જ બની જાય છે, આથો દેવાની જરૂર પણ નથીરહેતી તો તૈયાર કરીએ ઇન્સ્ટન્ટ જલેબી. Anupama Mahesh -
જલેબી (ઇન્સ્ટન્ટ જલેબી)
#લંચ રેસીપી#Cooksnap Challangeમેં આથો લાવ્યા વગર ફટાફટ રીત થી જલેબી બનાવી છે તો ચાલો...એકદમ ક્રિસ્પી લાગે છે તેને રબડી સાથે ખાવા ની પણ બહુ જ મઝા આવે છે. Arpita Shah -
જલેબી
#goldenapron2#Gujaratદરેક ગુજરાતી લોકો નો સવાર નો નાસ્તો ગાંઠિયા અને જલેબી વગર અધૂરો છે. એમાંથી બધા ની ભાવતી જલેબી આજે મેં ગોલ્ડન એપ્રોન ૨. કોન્ટેસ્ટ માટે બનાવી છે. Ruchee Shah -
ઇન્સ્ટન્ટ જલેબી
#RB7#WEEK7(જલેબી નામ પડતાં જ ગુજરાતીઓના મોઢામાં પાણી આવી જાય અને રવિવારે ગાંઠીયા સાથે જલેબી ખાવાની કંઈ ઓર જ મજા આવે છે મારા ઘરમાં જલેબી બધાને ખૂબ જ ભાવે છે) Rachana Sagala -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
ઘઉંની લોટની ફુલાવેલી ભાખરી (Gujarati Bhakri recipe in Gujarati)
ભાખરી ઘણી બધી જાતની હોય છે. ઘણા લોકો માટે તે મુખ્ય ખોરાક છે. ગુજરાતી ફુલાવેલી ભાખરીને બપોરે ભોજન માં કે રાત્રિભોજન માં મગ ની દાળ, પાલક મગ ની દાળ કે પછી દુધ જોડે કે પછી છુન્દા કે અથાણા જોડે ગરમ પીરસો. આ ભાખરી કાઠિયાવાડી ફુડ જોડે પણ બહુ સરસ લાગે છે. તે એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો પણ છે. એ ગરમ ગરમ પણ સારી લાગે છે, અને ઢંડી ભાખરી સવારની ચા કે કોફી જોડે પણ બહું સારી લાગે છે. અમારી ઘરે એ બધાને બહુ ભાવે છે.આ ભાખરી નો લોટ થોડો કાઠો બાંધવો પડતો હોય છે અને બીજી ભાખરી કરતાં થોડી જાડી અને નાની હોય છે. અને ધીમા ગેસ પર કરવાની હોય છે, જેથી કાચી ના લાગે. ગરમ ગરમ કે ઢંડી એકલી ખાવ તો પણ બહું જ સરસ લાગતી હોય છે. અમારી તો આ બહુ ફેવરેટ છે..તમે પણ આ બનાવો અને કહો કે કેવી લાગી??#સુપરશેફ2#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
જલેબી આઇસક્રીમ સેન્ડવિચ
#Theincredibles#પ્રેઝન્ટેશનસ્વીટ અને ડેઝર્ટ નું એક સરસ કોમ્બિનેશન છે જે ટેસ્ટમાં ખુબ સરસ લાગે છે bijal patel
More Recipes
ટિપ્પણીઓ (27)