સેવ ખમણી(અમીરી ખમણ)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#CT
#cookpadgujrati
#cookpadindia
અમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે.

સેવ ખમણી(અમીરી ખમણ)

#CT
#cookpadgujrati
#cookpadindia
અમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ માટે
  1. 300 ગ્રામચણા ની દાળ
  2. 150 ગ્રામઝીણી સેવ
  3. 1 કપદાડમ ના દાણા
  4. 6-7લીલા મરચા
  5. 1નાનો ટુકડો આદુ
  6. 4-5કળી લસણ
  7. 1 ચમચીખાંડ
  8. 1/4 ચમચીહળદર
  9. 2 નંગલીંબુ નો રસ
  10. 1/2 ચમચીખાવાનો સોડા
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/4 ચમચીજીરૂ
  13. 1/4 કપતેલ
  14. મીઠું જરૂર મુજબ
  15. 1 કપઝીણી સમારેલી કોથમીર
  16. ચટણી માટે
  17. 1 કપઝીણી સમારેલી કોથમીર
  18. 4 નંગલીલા મરચા
  19. 8-10કળી લસણ
  20. મીઠું જરૂર મુજબ
  21. 1 ચમચીલીંબુ નો રસ
  22. ચપટીહળદર
  23. 2 ચમચીમોળા ગાઠીયા નો ભૂકો
  24. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા ચણા ની દાળ ને 5 થી 6 કલાક પલાળી દો.હવે દાળ માં ત્રણ થી ચાર લીલા મરચા,આદુ,લસણ નાખી મિક્સર માં પીસી લો.હવે એમાં હળદર,અને જરૂર મુજબ મીઠું નાખી એકદમ હલાવી લો.હવે એક થાળી માં તેલ લગાવી વરાળે ગરમ મૂકો.તૈયાર ખીરા માં ખાવા નો સોડા અને લીંબુ નો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી તૈયાર થાળી માં રેડી દો.20 મિનિટ વરાળે બફાઈ જાય એટલે ઠંડા કરો.

  2. 2

    તૈયાર ખમણ ને ઠંડા થાય એટલે છીણી થી ખમણી લો.અથવા હાથે થી ભૂકો કરી લો.એક કડાઈ માં. તેલ ગરમ કરો તેમાં રાંય,જીરૂ તતળે એટલે 3 થી 4 લીલા મરચા સમારેલા નાખો હવે તેમાં 1/2 કપ પાણી ઉમેરો તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો.તૈયાર વઘાર માં ખમણી ઉમેરી લો અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.તૈયાર છે આપણી ખમણી.

  3. 3

    હવે એક મિક્સર ના બાઉલ માં કોથમીર,મરચા,લસણ,મીઠું,લીંબુ નો રસ,હળદર અને થોડું પાણી ઉમેરી ચટણી પીસી લો.તૈયાર ચટણી માં ગાઠીયા નો ભૂકો ઉમેરો અને જોઈ એ મુજબ પાણી ઉમેરી તૈયાર કરો.

  4. 4

    હવે સર્વિંગ ડીશ માં તૈયાર થયેલ ખમણી બે ચમચા મૂકો તેની ઉપર સેવ,દાડમ ના દાણા,કોથમીર ભભરાવો જરૂર મુજબ ચટણી ઉમેરી મિક્સ કરો.તૈયાર છે તીખી,લસણ વાળી,ટેસ્ટી સેવ ખમણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes