જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#CT
- જામનગર... આ શહેર વિશે તો જેટલું લખીએ તેટલું ઓછું છે.. જામનગર ના લોકો સ્વાદ પ્રિય છે, એટલે અહીં ખાણીપીણી ની ભરમાર છે.. એમાંની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી અહીં મેં બનાવી છે.. જામનગર માં આશરે 60 થી 70 વર્ષ જૂના વજુભાઈ રગડા વાળા ના પ્રખ્યાત બ્રેડ કટકા મેં બનાવ્યા છે..મારા જ ઘર ની 6 પેઢીએ આ બ્રેડ કટકા ખાયેલા છે.. અને હજી પણ આ પરંપરા ચાલુ જ છે😀 બીજા શહેર માં કે બીજી જગ્યાએ પણ બ્રેડ કટકા બનાવે છે પણ તેમાં સેવ અને બીજી સામગ્રી પણ ઉપયોગ માં લેવાય છે.. અહીં મેં વજુભાઈ જેવી જ સામગ્રી નો ઉપયોગ કરીને આ વાનગી બનાવી છે.. બધા એકવાર જરૂર ટ્રાય કરજો.. ટેસ્ટ ની ગેરંટી મારી..😀👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2લોકો
  1. 10 નંગપાઉં
  2. 2 નંગસમારેલા બાફેલા બટાકા
  3. 2 નંગડુંગળી
  4. 200 ગ્રામમસાલા વાળા બી
  5. લાલ લસણ ની ચટણી
  6. લીલી કોથમીર મરચા ની ચટણી
  7. ખજૂર ની ચટણી
  8. થોડાકોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને સમારી લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું, હિંગ, મરચા નો ભૂકો છાંટી મિક્સ કરવું. ડુંગળી ને ઝીણી સમારી લેવી. પાઉં ના નાના કટકા કરી લેવા.

  2. 2

    હવે એક પ્લેટમાં પાઉં ના કટકા પાથરી તેના પર ગળી ચટણી, બટાકા, લાલ ચટણી, લીલી ચટણી, ડુંગળી, મસાલા બી આ ક્રમ પ્રમાણે ઉમેરવું. છેલ્લે ઉપર ફરી ગળી ચટણી ઉમેરી કોથમીર વડે ગાર્નિશ કરી એકદમ ટેસ્ટી એવા અમારા જામનગર ના બ્રેડ કટકા નો આનંદ માણો.
    (આ બ્રેડ કટકા ને આ જ રીતે આજે પણ સર્વ કરવામાં આવે છે..)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ (6)

Similar Recipes