બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week26
બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે.

બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week26
બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ~~~બટાકા ની ગ્રેવી બનાવવા
  2. ૩-૪ બાફેલા બટાકા
  3. ૧ કપ- ટામેટાં ની પ્યુરી
  4. ૪-૫ ટેબલ સ્પૂન - દાબેલી મસાલા
  5. ૪-૫ ટી સ્પૂન - તેલ
  6. ૪-૫ ટેબલ સ્પૂન - મસાલા વાળા શીંગદાણા
  7. ૨ ટેબલ સ્પૂન- કોથમીર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ~~~~ બ્રેડ કટકા બનાવવા માટે
  10. બન
  11. બટાકાની ગ્રેવી
  12. ખજૂર આમલીની ચટણી
  13. લસણ ની ચટણી
  14. ઝીણાં સમારેલાં કાંદા
  15. સમારેલી કોથમીર
  16. મસાલા વાળા શીંગદાણા
  17. સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની ગ્રેવી બનાવવા માટે એક કડાઈ માં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તરત દાબેલી નો મસાલો નાખવો અને થોડી વાર હલાવી તરત j ટામેટાં ની ગ્રેવી નાખી દેવી.

  2. 2

    ટામેટાં સરખી રીતે કુક થાય જાય અને તેલ છૂટું પડે એટલે બાફેલા બટાકા ક્રશ કરી ને ઉમેરવા. અને પછી આપણે રગડા પેટીસ ના રગડા જેવી ગ્રેવી રાખવા ની હોય તો જરૂર મુજબ પાણી ઉમેરવું. અને થોડી વાર ઉકળવા દો. ત્યારબાદ ૪-૫ ટેબલ સ્પૂન મસાલા. વાળા શીંગદાણા નાખવા. કોથમીર નાખી ગરનીશ કરવું.

  3. 3

    બ્રેડ ને શેકી લેવી. એક પ્લેટ લઈ તેમાં બ્રેડ ના કટકા રાખવા.
    તેના ઉપર બટાકાની ગ્રેવી ઉમેરવું.
    ત્યારબાદ આંબલી ની ચટણી અને લસણ ની ચટણી ઉમેરવી.
    મસાલા વાળા શીંગદાણા, સમારેલા કાંદા ઉમેરવા.

  4. 4

    લાસ્ટ માં સેવ અને સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrunda Shashi Mavadiya
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes