વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)

Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm

#CT
બિરયાની ભારતીય ઉપમહાદ્રીપ નુ ચોખા ની સાથે શાકભાજી અને માઁસ થી બનતુ પ્રસિધ્ઘ અને લોકપ્રિય વ્યંજન છે.આ મહાદ્રીપ મા તો લોકપ્રિય છે જ પણ દુનિયાભર મા વસેલા અનિવાસી ભારતીયો વચ્ચે પણ માંગ ઓછી નથી.તેના પ્રમુખ અવયવ ચોખા.મસાલા.મસૂર દાલ.માઁસ અને શાકભાજી છે.
બિરયાની બે પ્રકાર થી બનાવામા આવે છે.પાક્કી બિરયાની અને કાચી બિરયાની.
બિરયાની ના પ્રમુખ પ્રકાર છે:-સિંધી બિરયાની.હૈદરાબાદી બિરયાની.તલશસેરી બિરયાની.કલકતા બિરયાની.મેમોની બિરયાની.ડિંડીગુલ બિરયાની.કલ્યાણી બિરયાની.ચિકન બિરયાની.
આજે મે બનાવી છે મારા સીટી ની ફેમસ વાનગી મટકા દમ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૩૦મીનીટ
૪ વ્યકતિ માટે
  1. તેલ અને બટર
  2. 3 કપબાસમતી ચોખા
  3. ૧૦૦ ગ્રામ પનીર
  4. ૧/૩ કપકેપ્સિકમ
  5. ૧/૩ કપબાફેલા મકાઈ ના દાણા
  6. ૧/૨ કપબાફેલા વટાણા
  7. ૧/૩ કપકાજુ
  8. 3 નંગમરચા
  9. આદુ- લસણ ની પેસ્ટ
  10. 3 tbspડુંગળી ની ગ્રવી
  11. 3 tbspટામેટા ની ગ્રવી
  12. ૩ ચમચીમલાઈ
  13. ૧ ચમચીકસૂરી મેથી
  14. 1 ચમચી જીરૂ
  15. 1/4 ચમચીહીંગ
  16. મીઠું
  17. 1/2 ચમચીમરચુ
  18. 1/2 ચમચીહળદર
  19. ૧ ચમચીધાણાજીરૂ
  20. 1 ચમચીગરમ મસાલો
  21. ગારન્નીઁસ માટે
  22. કાજુ
  23. લીલા ધાણા
  24. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આપડે 3 કપ ચોખા લઈશુ.ધોઈ ને બાફવા મુકીશુ.બાફતી વખતે તેમા મીઠું અને તેલ નાખીશુ.

  2. 2

    ચોખા બફાઈ જાય ત્યાર સુધી આપડે બિરીયાની ની ગ્રવી તૈયાર કરી લઈશુ.એક પેન મા ૪ ચમચી તેલ લઈશુ ૧ ચમચી બટર લઈશુ ગરમ થાય એટલે તેમા જીરૂ નાખશુ.આદુ- લસણ ની પેસ્ટ નાખશુ.૧ ચમચી મરચા નાખીશુ.ડુંગળી ની ગ્રવી નાખી ૩ મીનીટ હલાવો.ત્યાર બાદ ટામેટા ની ગ્રવી નાખી ૫ મીનીટ હલાવો

  3. 3

    ગ્રવી શેકાઈ જાય એટલે તેમા ૧ ચમચી હળદર.૧ ચમચી ધાણાજીરૂ.કશમીરી મરચુ ૩ ચમચી.૧ ચમચી મીઠું નાખી બધા મસાલા બરાબર હલાવીશુ

  4. 4

    મસાલા મીક્ષ થઈ જાય એટલે તેમા 3 ચમચી મલાઈ.૧ ચમચી કસૂરી મેથી નાખીશુ.

  5. 5

    ત્યાર બાદ પનીર નાખીશુ.થોડા કાજુ નાખીશુ.કોથમી નાખીશુ.હવે તેમા ૧/૨ કપ પાણી નાખીશુ.બધુ બરાબર હલાવી લો.

  6. 6

    ગ્રવી તૈયાર થાય એટલે મટકા મા ગ્રવી નાખશુ

  7. 7

    હવે આપડે બિરયાની ના ચોખા તૈયાર કરીશુ.૩ કપ બાફેલા ચોખા લઈ લો.

  8. 8

    એક કઠાઈ મા ૪ મોટી ચમચી તેલ અને એક ચમચી બટર નાખી ગરમ કરો.ગરમ થાય એટલે તેમા હીંગ અને જીરૂ નાખો.ત્યાર બાદ તેમા આદુ લસણ ની પેસ્ટ નાખો.હવે કેપશીકમ.મકાઈ.વટાણા નાખી હલઓ.

  9. 9

    હવે મસાલા નાખીશુ.૩ ચમચી કશમીરી મરચુ.૧ ચમચી હળદર.૧ ચમચી ધાણા જીરૂ.૧ ચમચી ગરમ મસાલો.૧ ચમચી મીઠું નાખો.હવે ચોખા નાખી ૧ મનીટ હલાવો.

  10. 10

    હવે બિરીયાની તૈયાર છે.તેને આપડે જે મટકા મા ગ્રેવી નાખી હતી તેમા નાખીશુ.

  11. 11

    તબિરીયાની આપડે ચીઝ.ધાણા અને કાજુ થી ગારનીશ કરીશુ.

  12. 12

    તૈયાર છે વડોદરા ની ફેમસ મટકા દમ બિરીયાની.તેને આપડે પાપડ.બુંદી નુ રાયતુ અને સલાડ સાથે સર્વ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittal m 2411
Mittal m 2411 @mittal2411mm
પર

Similar Recipes