વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે

#GA4
#Week16
#biryani

વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)

વિવિધ શાકભાજી થી ભરપૂર દમ બિરયાની શિયાળા ની ઠંડીમાં ગરમ ગરમ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. પાપડ અને રાયતા જોડે ખાવા ની ખૂબ જ મજા પડે છે

#GA4
#Week16
#biryani

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧ કપફુલાવર ના ફૂલ
  3. ૧/૨ કપફણસી
  4. ૧/૨ કપગાજર ના ટુકડા
  5. કેપ્સિકમ ના ટુકડા
  6. ૧ કપલીલા વટાણા
  7. કાચા કેળા ના ટુકડા
  8. ૧ કપદહીં
  9. ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  10. ૨ ટેબલ સ્પૂનબિરયાની મસાલા
  11. ૧ ટી સ્પૂનહળદર
  12. ૨ ટી સ્પૂનધાણજીરુ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૧/૪ કપઝીણા સમારેલા ફુદીના ના પાન
  15. ૧/૨ કપઝીણી સમારેલી કોથમીર
  16. ૧/૪ કપકાજુ ના ટુકડા
  17. ૨ ટેબલ સ્પૂનદૂધ + કેસર ના તાંતણા
  18. મોટો ટુકડો તજ
  19. ૪-૫ લવિંગ
  20. તમાલપત્ર
  21. ઈલાયચી
  22. ૧ ટી સ્પૂનજીરું
  23. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  24. ૨ ચમચીસૂકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને સરખી રીતે ધોઈ અડધો કલાક પલાળી રાખો.હવે એક તપેલી પાણી ઉમેરી તેમાં તજ,લવિંગ, ઈલાયચી,અને તમાલપત્ર નાખી પાણી ઉકાળો.પાણી ઉકળી જાય એટલે તેમાં ધોયેલા ચોખા નું પાણી કાઢી તપેલી મા ચોખા નાખો.ચોખા અધકચરા ચડી જાય એટલે તેનું પાણી નિતારી તેમાં ઠંડુ પાણી ઉમેરી તેને ડિશ માં ઠંડા કરવા મૂકી દો

  2. 2

    શાકભાજીના મોટા ટુકડા કરી તેને ધોઈ લો. હવે એક બાઉલમાં દહીં લઈ તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું બિરયાની મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો

  3. 3

    બરાબર મસાલા મિક્સ થઇ જાય એટલે તેમાં ધોયેલા શાકભાજી ઉમેરો. અને શાકભાજીને દહીંમાં બરાબર મિક્સ કરી અડધો કલાક ઢાંકી ને મૂકી દો

  4. 4

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં કાજુના ટુકડાને તળી લો. કાજુના ટુકડા તળાઈ જાય એટલે તેને કાઢી લો. હવે એ જ તેલમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી તેમાં તજ લવિંગ અને તમાલપત્ર નાખો. બધુ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં દહીંમાં મિક્સ કરેલા શાકભાજી નાખી દો.અને જરૂર લાગે તો બધા મસાલા ફરી કરી દો.તેલ અને દહીંમાં શાકભાજીને અધકચરા ચડવા દો.

  5. 5

    એક જાડા તળિયાવાળા વાસણમાં શાકભાજી ની લેયર કરો. હવે તેના પર ચોખા નું લેયર કરો.ચોખાની પર ઝીણા સમારેલાં કોથમીર ફુદીના પાથરો. તળેલા કાજુ ના ટુકડા પાથરો.કેસર વાળું દૂધ એક ચમચી ઉમેરો. આ પ્રક્રિયા ફરીથી કરો.

  6. 6

    હવે તપેલી પર એલ્યુમિનિયમ ફોએલ ફીટ પાથરી દો અને તપેલી ને ધીમા તાપે ૧૦ મિનિટ મૂકી બિરયાની દમ આપો

  7. 7

    હવે ગરમ ગરમ વેજ દમ બિરયાની ને રાયતા અને પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes