વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#Ma
💕🌹Happy Mothers Day 💐💕
દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું .

વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)

#Ma
💕🌹Happy Mothers Day 💐💕
દમ બિરયાની મે મારી મમ્મી પાસેથી શીખી છે જે આજે મે તમારે સાથે શેર કરું છુ ખુબ જ ટેસ્ટી અને પોષ્ટીક છે.અમારા ઘર માં બિરયાની બધાની ફેવરેટ છે . વેજ દમ બિરયાની ટેસ્ટ માં ખુબ જ સરસ લાગતી હોય છે. જેવી રેસ્ટોરન્ટ માં બિરયાની મળે છે એવી જ છુટી અને ટેસ્ટી ધરે બનાવી ખુબ જ સરળ છે આ મારી મમ્મીએ મને ઇઝી રીતે શિખડાવેલી છે જે મેં તમારી સાથે શેર કરું છું .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 2વાડકા ચોખા
  2. મિક્સ વેજીટેબલ (ગાજર,બીન્સ,બટાકા,કેપ્સિકમ,વટાણા)
  3. 2 ચમચીદહીં
  4. 1કાંદો
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીધણાજીરું પાઉડર
  8. 3 ચમચીબિરયાની મસાલા
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 3 ચમચીતેલ
  11. 2 ચમચીઘી
  12. લીલાં ધાણા, ફુદીનો
  13. તળેલા કાજુ અને બિરસ્તો (તળેલા કાંદા)
  14. ખડા મસાલા (તજ, લવિંગ,ઇલાયચી, તમાલ પત્ર, જીરૂ)

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સોથી પહેલા ચોખા ને 20 મિનિટ સુધી પલાળી રાખો અને પછી 80% કુક કરવા મૂકો. તેના માટે એક તપેલીમાં પાણી લઈ ગરમ કરવા મૂકો તેમાં તજ, લવિંગ, ઇલાયચી, તમાલ પત્ર,તેલ અને મીઠું નાખી પાણી ને ઉકળવા દો. પછી તેમાં ચોખા નાખી 80%કુક કરો.

  2. 2

    મિક્સ વેજીટેબલટેબલ ને કાપી લો. પછી એક બાઉલમાં દહીં લઈ તેમાં લાલ મરચુ પાઉડર, હળદર અને બિરયાની મસાલો નાખી મીક્સ કરો.

  3. 3

    હવે દહીંમાં સમારેલી વેજીટેબલ નાખી મિક્સ કરી 30 મિનિટ મેરીનેટ કરવા મૂકો.

  4. 4

    એક કડાઈ માં તેલ લઇ તેમાં તજ,તમાલપત્ર, ઈલાયચી,લવિંગ અને જીરૂ નાખી સાંતળો પછી તેમાં સમારેલા કાંદા નાખી સાંતળો.હવે તેમાં લીલાં મરચાં નાખી સાંતળો પછી તેમાં મસાલા કરો જેમ કે લાલ મરચું પાઉડર,હળદર, ધાણા જીરું પાઉડર,મીઠું નાખી મિક્સ કરો.હવે તેમાં મેટીનેટ કરેલી વેજીટેબલ નાખી સાંતળો.

  5. 5

    5 મિનિટ સુધી વેજીટેબલ ને ઢાંકીને ચડવા દો. પછી એક બાઉલમાં કાઢી લો. કાજુ અને કાંદા ને તળી લો.👇

  6. 6

    એક મોટી કડાઈ લઈ તેમાં નીચે પહેલા મિક્સ વેજીટેબલ નાખી તેની ઉપર બાફેલા રાઈસ નાખી અને તેની ઉપર લીલાં ધાણા, ફુદીનો, તળેલા કાજુ અને કાંદા નાખવા.👇

  7. 7

    એવી જ રીતે બીજો લેયર પણ કરવાનું 👇 અને તેની ઉપર પણ લીલાં ધાણા,ફુદીનો, તળેલા કાજુ અને કાંદા અને ઘી ને ફેલાવી ને નાખવાનું (ઘી ના બદલે તમે કેસર વાળુ દૂધ પણ લઈ શકો છો.) હવે કડાઈ ને ફોઇલ પેપરથી કવર કરી તેની ઉપર ઢાંકણું બંધ કરી બિરયાની ને 20 થી 25 મિનિટ સુધી દમ આપવો. 👇

  8. 8

    દમ બિરયાની તૈયાર થઈ ગઈ છે પિકચર માં જોઈ શકો છો કેટલી સરસ અને યમ્મી લાગે છે.

  9. 9

    દમ બિરયાની ને તમે રાયતા પાપડ સાથે સર્વ કરી શકો છો. કેવી લાગે છે મને કૉમેન્ટ કહેજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes