આખી ગુજરાતી થાળી (Full Gujarati Thali Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

#AM1
ઢોકળા, વેડમી અને લગ્ન જેવી દાળ સાથે ભાત શાક રોટલી ફુલ ગુજરાતી ડીશ
દાળ ના કોન્ટેક્ટ માટે આજે મેં દાળમાંથી બનતી વેડમી, ગુજરાત લગ્ન પ્રસંગમાં બનતી દાળ અને ઢોકળા બનાવ્યા છે.

આખી ગુજરાતી થાળી (Full Gujarati Thali Recipe In Gujarati)

#AM1
ઢોકળા, વેડમી અને લગ્ન જેવી દાળ સાથે ભાત શાક રોટલી ફુલ ગુજરાતી ડીશ
દાળ ના કોન્ટેક્ટ માટે આજે મેં દાળમાંથી બનતી વેડમી, ગુજરાત લગ્ન પ્રસંગમાં બનતી દાળ અને ઢોકળા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૪ લોકો
  1. દાળ માટે
  2. 1 વાટકીતુવેરની દાળ
  3. 2 ગ્લાસપાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીકાચી શીંગ
  6. 2તમાલપત્ર
  7. 2ત્રણ લવીંગ
  8. 2 ટુકડાતજ
  9. 2આખા મરચા લાલ
  10. 1 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1 ચમચીજીરું
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચપટીહિંગ
  16. 3 ચમચીતેલ
  17. 4કળી મીઠો લીમડો
  18. 2-3કોકમ ના ફુલ
  19. 2-3ઢેફા ગોળ
  20. ટામેટું
  21. વેડમી માટે
  22. ૧ કપઘઉંનો લોટ
  23. ૧/૨ કપચણા ની દાળ
  24. ૧/૪ કપગોળ
  25. ૧ ટી સ્પૂનઈલાયચી પાઉડર
  26. પાણી જરૂર મુજબ
  27. ઢોકળા માટે
  28. ૧/૨ કપચણા ની દાળ
  29. ૧ કપચોખા
  30. ૧/૪ કપઅડદની દાળ
  31. ૧ ટેબલસ્પૂનલસણ મરચાં ની પેસ્ટ
  32. ૩ કપછાસ
  33. ૧ ટી સ્પૂનઅજમો
  34. ૨ ટી સ્પૂનતલ
  35. ૧ ટી સ્પૂનરાઈ
  36. ૧ ટી સ્પૂનજીરું
  37. ડાળી મીઠો લીમડો
  38. ૩ ટેબલસ્પૂનતેલ
  39. ચપટીહીંગ
  40. મીઠું સ્વાદાનુસાર
  41. ૧ ટી સ્પૂનબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    તુવેરની દાળને ધોઈને કુકરમાં પાણી ઉમેરી ને મીઠું સ્વાદાનુસાર મિક્સ કરો શીંગ નાખી દાળ ની ત્રણ સીટી મારી ને બાફી લો. પછી તેમાં મસાલા મિક્સ કરો લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, સ્વાદાનુસાર ગોળ, ગરમ મસાલો, ટામેટા નાખી ને બરાબર હલાવી બે મિનિટ સુધી દાળ ને ઉકળવા દો..

  2. 2

    પછી કઢાઇ માં તેલ ગરમ કરો તેમાં રાઈ, મેથી, જીરું, હીંગ, લવીંગ, તજ, તમાલપત્ર, લાલ મરચા, મીઠો લીમડો નાખી ને વઘાર કરી દાળ માં મિક્સ કરો. હવે દાળ ને ૫ મિનીટ સુધી ઉકળવા દો. પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો.

  3. 3

    ચણા ની દાળ ને કુકરમાં બાફી લો પછી બાઉલમાં કાઢી લો પછી તેમાં ગોળ અને ઈલાયચી મિક્સ કરો. ઘઉં ના લોટ માં દાળ મિક્સ કરી ને પાણી ઉમેરી ને લોટ બાંધી લો પછી બે મિનિટ સુધી રહેવા દો પછી તેની વેડમી વણી ને તેલ થી શેકી લો.

  4. 4

    દાળ અને ચોખા ને ઘંટીમાં દળી લો પછી છાસ મા પલાળી રાખો. પછી તેમાં લસણ મરચા ની પેસ્ટ, અજમો ઉમેરો. તેલ ગરમ કરી તલ, રાઈ, જીરું, હીંગ, મીઠો લીમડો નાખી વગાર કરી ને ઢોકળા ના ખીરા માં રેડી દો.

  5. 5

    ખીરા માં સોડા ઉમેરી મીક્સ કરી લો. પછી થાળીમાં પાથરી દો પછી તેને કુકરમાં સિટીમાં કરી લો. પાંચ મિનિટ સુધી ચઢવા દો પછી ઢોકળા તૈયાર.

  6. 6

    ગરમા ગરમ ફૂલ ગુજરાતી થાળી નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes