ગુજરાતી થાળી

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#એનિવર્સરી
Main course week-3
( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા)

ગુજરાતી થાળી

#એનિવર્સરી
Main course week-3
( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ✴️ સેવ ટમેટા સબજી માટે-
  2. 3મધ્યમ કદના ટામેટાં
  3. 50 ગ્રામસાદા સેવ
  4. 2 ચમચીતેલ
  5. ૧/૨ ચમચી હળદર પાવડર
  6. 1 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  7. 1/2 ટીસ્પૂનજીરું અને
  8. રાય
  9. સ્વાદ પ્રમાણે મીઠું
  10. ✴️સૂરણ નું શાક બનાવવા માટે
  11. 100ગ્રામસૂરણ
  12. 1/2 ટીસ્પૂનરાય
  13. 1/2 ટીસ્પૂનજીરું
  14. ૧/૨ ચમચી હળદર પાવડર
  15. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  16. 1 ચમચીમગફળીના પાવડર
  17. 1 ચમચીતલ
  18. 1 ચમચીનાળિયેર
  19. સ્વાદ પ્રમાણે મીઠું
  20. ✴️રીંગણ બટાકાની સબજી માટે,
  21. 2મધ્યમ કદની રીંગણ
  22. 2મધ્યમ કદનો બટાકા
  23. 1મધ્યમ કદનું ટમેટા
  24. 1 ચમચીઆદુ
  25. ૧ ચમચી લાલ મરચું
  26. ૧/૨ ચમચી હળદર
  27. સ્વાદ પ્રમાણે મીઠું
  28. ✴️રોટલી બનાવવા માટે,
  29. ૧ કપ ઘઉં નો લોટ
  30. મ્હોણ માટે તેલ
  31. પાણી
  32. ચપટીમીઠું
  33. ✴️દહી બુંદી રાયતા માટે-
  34. 100 ગ્રામદહીં
  35. 50 ગ્રામબુંદી
  36. ૧ ચમચી લાલ મરચું
  37. સ્વાદ પ્રમાણે મીઠું
  38. ✴️સ્ટફ્ડ મરચા માટે -
  39. 125 ગ્રામલાંબી મરચાં (ગોલર મરચાં)
  40. 5 ચમચીમગફળીનો પાવડર
  41. 2 ચમચીનાળિયેર
  42. 1 ચમચીતલ
  43. ૧ ચમચી લાલ મરચું
  44. 1 ચમચીજીરું કોથમીર પાવડર
  45. 1 ચમચીખાંડ
  46. ૧/૨ ચમચી હળદર
  47. 2 ચમચીબેસન
  48. સ્વાદ પ્રમાણે મીઠું
  49. જરૂરી મુજબ તેલ
  50. ✴️સલાડ માટે
  51. 1ટમેટા અને કાકડી
  52. સ્વાદ પ્રમાણે મીઠું
  53. ✴️ભાત બનાવવા માટે,
  54. ૧ કપ ચોખા
  55. ૧ ચમચી ઘી
  56. પાણી
  57. મીઠું
  58. ✴️દાળ બનાવવા માટે,
  59. ૧ કપ તુવેર દાળ
  60. ૧ નંગ ટામેટુ
  61. ૧ ચમચી જીરું
  62. ૧/૨ ચમચી હળદર
  63. ૧ ચમચી લાલ અને લીલું મરચું
  64. ૧ ચમચી આદુ પેસ્ટ
  65. ૨ ચમચી લીંબુ નો રસ
  66. ૨ ચમચી ગોળ
  67. વઘાર માટે, તેલ, રાય,જીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સેવ ટામેટા ના શાક માટે, એક કડાઈ લો અને તેમાં તેલ ઉમેરો, રાઈ અને જીરું નો વઘાર કરવો. ટામેટા અને મીઠું નાખો. જ્યાં સુધી તે રાંધાય ત્યાં સુધી સાંતળો. તેમાં હળદર, લાલ મરચું પાવડર નાખો. તેને 2-3-. મિનિટ સાંતળો. સાદા સેવ ઉમેરો અને સારી રીતે મિક્સ કરવું.

  2. 2

    સૂરણ નું શાક બનાવવા માટે, એ કુકર માં તેલ નાખી સૂરણ ના કટકા નાંખવા. બાકી ના બધા મસાલા નાખી કુકર ની ૩ સીટી ધીમે તાપે વગાડવી

  3. 3

    રીંગણ બટાકાની સબજી માટે, પ્રેશર કૂકર લો, તેલ ગરમ કરવા માટે, રાઈ નાંખો. બધા ઘટકો અને પાણી ઉમેરો. કુકર ની ૩ સીટી ધીમે તાપે વગાડવી કોથમીર નાંખી દો.

  4. 4

    દહીં બુંદી રાયતા માટે, હૂંફાળું પાણી માંબુંદી 5-7 મિનિટ માટે પલાળી લો. હવે પાણીને ગાળી લો. હવે દહીંમાં બુંદી, મીઠું અને લાલ મરચું પાવડર નાખો.

  5. 5

    દાળ બનાવવા, દાળ ને ૧ કલાક પલાળવું. હવે એમાં ટામેટું અને જીરું નાખી બાફી લેવું. હવે ઠંડું પડે પછી ગ્રિન્ડેર ફેરવી સ્મૂધ બનવું. હવે એમાં પાણી નાંખી ૧૫-૨૦ મિનિટ ઊકળવા મૂકવું. હવે બાકીનો બધો મસાલો નાખી ૫ મિનિટ માટે ઉકાળવું. અને વઘાર કરી દેવું.

  6. 6

    ભાત બનાવવા, ચોખા ને ધોઈ લેવા. હવે કુકર માં ઘી લેવું અને ચોખા અને મીઠું નાખી ૪ ગણું પાણી નાખી ધીમા તાપે ૪ સીટી વગાડવી.

  7. 7

    કચુંબર માટે કાકડી, ટામેટા અને મીઠું મિક્સ કરો

  8. 8

    સ્ટફ્ડ મરચા માટે, મરચાની વચ્ચે એક લાંબી કટ બનાવો. તેમાંથી બીજ Remove કરો. પાણીથી સારી રીતે ધોઈ લો. હવે બાઉલમાં મગફળીનો ભૂકો, તલ, બેસન, લાલ મરચાનો પાઉડર, જીરું કોથમીર પાવડર, ખાંડ, હળદર પાવડર નાખો. સારી રીતે ભેળવી દો. તેમાં તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. સ્ટફિંગને મરચામાં ભરો. હવે કડાઈમાં તેલ લો. તેને ગરમ કરો. આમાં મરચા નાખો. થોડુંક પાણી છંટકાવ. હવે પેન ને ઢાંકણ થી ઢાંકી ને ચડવા દેવું. રાંધ્યા પછી બરાબર મિક્ષ કરી 2-3 મિનિટ સાંતળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes