ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
Navsari

#AM1
દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૧ નાની વાટકીદાળ તુવેરની
  2. 1ટામેટું મિડીયમ સાઈઝ
  3. 1/2 લીંબુ
  4. 1 ચમચીગોળ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. ૧ નાની ચમચીધાણાજીરૂ
  9. 1/2 નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
  10. 15લીમડાના પાન
  11. કોથમીર
  12. 1 ચમચીવઘાર માટે તેલ
  13. 1/2 ચમચી રાઈ
  14. 1/2 ચમચી જીરૂ
  15. 1/2 ચમચી હિંગ
  16. 1/2 નાની ચમચીમેથીયો મસાલો

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પહેલા દાળને ધોઈને તેમાં 1 ટામેટું કાપીને મૂકો હવે તેને કૂકરમાં ચાર સીટી વગાડો અને બરાબર બાફી લો હવે કૂકર ઠંડું થાય એટલે દાળને બ્લેન્ડરથી એકરસ કરી લો

  2. 2
  3. 3

    હવે તેમાં પાણી ઉમેરીને આપણને જેવી જાડી અથવા પાતળી રાખી શકાય મેં મીડીયમ રાખી છે હવે તેને ગેસ પર મૂકો તેમાં મીઠું લાલ મરચું હળદર ધાણાજીરૂ આદુ મરચાની પેસ્ટ ગોળ મીઠા લીમડાના પાન અને 1/2કોથમીર નાખીને ઉકળવા મૂકો

  4. 4

    હવે બીજી બાજુ એક વઘારીયા માં તેલ ગરમ કરવા મુકો ઘી પણ લઈ શકાય તેમાં રાઈ જીરુ ઉમેરો હવે તતડે એટલે તેમાં હિંગ નાખો હવે ગેસ પર થી લઈને તેમાં મેથીનો મસાલો ઉમેરો અને તરત જ દાળમાં વઘાર કરી દો ઉપર ઢાંકણ ઢાંકી દો એટલે વઘારની સુગંધ દાળમાં બેસી જાય હવે તેને ધીમા તાપે ઉકાળો તેમાં લીંબુનો રસ ઉમેરો બરાબર ઉપડી જાય અને સરસ સુગંધ આવે એટલે આપણી દાળ તૈયાર છે તેને રોટલી અને ભાત બંને સાથે ખાઈ શકાય છે ઉપરથી કોથમીરથી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @kalpana62
પર
Navsari
I love my family friends and cooking
વધુ વાંચો

Similar Recipes