ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#trend3
#week3
Post -3
સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે....

ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)

#trend3
#week3
Post -3
સામાન્ય રીતે ગુજરાતી થાળીમાં દાળ ભાત શાક, રોટલી તો હોય જ અને ગુજરાતી ગોળ- ખટાશ વાળી તુવેરની દાળ હોય....અથાણાં...ચટણી....છાશ, વિવિધ જાતની કચુંબર પણ હોય....મીઠાઈ ની જગ્યાએ મેં તડકા - છાંયા માં બનાવેલો કેરીનો મુરબ્બો સર્વ કર્યો છે...જેમાં તજ, લવિંગ, ઈલાયચી અને કેસર ઉમેર્યા છે એટલે મીઠાઈને પણ ટક્કર મારે તેવો મિઠ્ઠો અને ફ્લેવરફુલ છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપતુવેર દાળ બાફેલી
  2. 1 કપચોખા પલાળેલા
  3. 1બાઉલ બાંધેલો રોટલીનો લોટ
  4. 250 ગ્રામસમારેલા બટાકા
  5. 250 ગ્રામસમારેલા રીંગણ
  6. 1+1 ચમચી લાલ મરચું પાઉડર
  7. 2 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1+1 ચમચી હળદર
  10. મીઠું જરૂર મુજબ
  11. 3 ચમચીતેલ વઘાર માટે
  12. 2 ચમચીઘી દાળ ના વઘાર માટે
  13. 1+1 ચમચી હિંગ
  14. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  15. 2 નંગવઘારના લાલ સૂકા મરચા
  16. 3 ચમચીગોળ
  17. 4 નંગકોકમ/1 લીંબુ
  18. 1 ચમચીરાઈ
  19. 1 ચમચીમેથી દાણા
  20. મીઠા લીમડાના પાન
  21. કોથમીર સજાવટ માટે
  22. કચુંબર માટે:-
  23. 1 નંગમોટું બીટ રૂટ
  24. 3 નંગપાકા લાલ ટામેટા
  25. 1 નંગમોટું ગાજર
  26. 1 નંગકાકડી
  27. 1 નંગનાની ડુંગળી
  28. 1 ચમચીલીંબુનો રસ
  29. 1 ચમચીચાટ મસાલો
  30. સર્વ કરવા:-
  31. કેરીનો મુરબ્બો
  32. કોથમીર ની ચટણી
  33. ફણગાવેલી મેથીનું અથાણું
  34. મસાલા છાશ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌથી પહેલા પલાળેલા ચોખા ને એક ગેસ પર પ્રેશર કૂકરમાં 2 થી3 સિટીથી રાંધી લો.... પછી બાફેલી તુવેર દાળને બ્લેન્ડર થી ઝેરીને જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળવા મુકો...વઘાર કરી મસાલા કરો...ગોળ...કોકમ અથવા લીંબુ ઉમેરી દાળ તૈયાર કરો.....

  2. 2

    હવે સમારેલા રીંગણ અને બટાકા લઈ શાક વઘારી મસાલા ઉમેરો...ટામેટું નાખો....જો ગળપણ ગમતું હોય તો નાખી શકાય....સૂકા મસાલા થી પણ શાક એકદમ સ્વાદિષ્ટ બને છે...બટાકા સરસ ચડી જાય એટલે ગ્રેવી દાર શાક બનશે....

  3. 3

    શાક અને દાળ ભાત તૈયાર થઈ જાય એટલે બાંધેલા લોટને તેલવાળો હાથ કરી મસળીને ફુલકા રોટલી બનાવી દો....ઘી લગાવી રોલ વાળી લો જેથી સુકાઈ ન જાય....હવે કચુંબર સમારીને લીંબુ...મીઠું અને ચાટ મસાલો ભભરાવી સલાડ...અથાણાં...ચટણી...મુરબ્બો અને છાશ તૈયાર કરો...👍

  4. 4

    હવે વિશ્વ વિખ્યાત ગુજરાતી થાળી પીરસો અને જમાડો.....😊👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes