પાપડ પૌઆ નો ચેવડો (Papad Poha Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. 5અડદના પાપડ
  2. 1 વાટકીજાડા પૌવા
  3. ૨ ચમચીશીંગદાણા
  4. છથી સાત કાજુ
  5. 1/4 ચમચીમસાલો બનાવવા માટે હળદર
  6. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ચાટ મસાલો જરૂર મુજબ
  10. 1 ચમચીદળેલી સાકર
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. સજાવટ માટે કાજુ અને પાપડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાપડ મનપસંદ આકારમાં કટ કરી લો

  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો

  3. 3

    તેલ ગરમ થઈ જાય પછી તેમાં શીંગદાણા અને કાજુ તળી લો

  4. 4

    ત્યારબાદ પૌવા અને પાપડ તળી લો ત્યારબાદ તેને ન્યૂઝપેપરમાં કાઢીને ખુલ્લો કરી દસથી પંદર મિનિટ માટે રહેવા દો આમ કરવાથી તેલ વધારાનું નીકળી જશે

  5. 5

    ત્યારબાદ એક વાસણમાં પાપડ પોવા શીંગદાણા કાજુ ઉમેરી તેમાં મસાલા કરો પછી તેમાં લીંબુનો રસ દળેલી સાકર નાખી બરાબર ચેવડો મિક્સ કરી લો

  6. 6

    તો હવે આપણો ટેસ્ટી ચટપટો પાપડ પૌવા નો ચેવડો તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને તળેલા કાજુ અને તળેલા triangle પાપડ થી ગાર્નિશિંગ કરો

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes