ઘઉં ની રેપ શીટ્સ (Wheat Wrap Sheets recipe in Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

આ રેપ શીટ્સ (રોટી) ખૂબ જ હેલ્ધી અને સરળ છે. બજાર માં મળતી કે ઘરે મેંદા ના બનતા વ્રેપ્સ જેવું જ ટેસ્ટી લાગે છે. કઈ ફરક નહિ લાગે. બ્રુશેટા, ટોરટિલા વ્રેપ્સ, ફ્રેન્કી, સ્પ્રિંગ રોલ વગેરે બધા માં વાપરી સકો છો.

#AM4

ઘઉં ની રેપ શીટ્સ (Wheat Wrap Sheets recipe in Gujarati)

આ રેપ શીટ્સ (રોટી) ખૂબ જ હેલ્ધી અને સરળ છે. બજાર માં મળતી કે ઘરે મેંદા ના બનતા વ્રેપ્સ જેવું જ ટેસ્ટી લાગે છે. કઈ ફરક નહિ લાગે. બ્રુશેટા, ટોરટિલા વ્રેપ્સ, ફ્રેન્કી, સ્પ્રિંગ રોલ વગેરે બધા માં વાપરી સકો છો.

#AM4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્રેપ્સ
  1. બાફેલા બટાકા, મેડીયમ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. ૧ ટીસ્પૂનમરી પાઉડર
  4. ૨ કપઘઉં નો લોટ
  5. જરૂર મુજબ પાણી
  6. ૨ ટેબલસ્પૂનતેલ
  7. સેકવા માટે તેલ/બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બટાકા ને બાફીને ફ્રિજ માં મૂકી દેવા. એક બોલ માં બાફેલા બટાકા ને ચીઝ ની ખમની થી ખમણી લો. સ્વાદ અનુસાર મીઠું નાખી, મરી નાખો. ઘઉં નો લોટ નાખો.

  2. 2

    જરૂર મુજબ પાણી લઈ ને સેહલાઈ થી લોટ બાંધી લો. ત્યાર બાદ તેલ નાખી સરખું મસળી લેવું. મીનીમમ ૧ કલાક રેસ્ટ આપવું. ત્યાર બાદ એક સરખા લુઆ કરી લેવા.

  3. 3

    પાતળી ને એક સરખી મોટી રોટલી વણી લેવી. તવા પર બટર અથવા તેલ લગાડી બંને બાજુ સેકી લેવુ.

  4. 4

    ફેવરિટ સ્ટફિંગ નાખી ને સર્વે કરવું. તૈયાર જે માર્કેટ માં મળતી રેડીમેડ મેંદા જેવીજ પણ હેલ્ધી. આ રેસિપી તમે ટોરટિલા, ટોર્તિલ્લા, ટાકોસ, ફ્રેન્કી વગેરે માં વાપરી સકો છો. ખૂબ જ સરસ રિસલ્ટ આપે છે અને એકદમ મૈદા જેવો ટેસ્ટ અને ટેકસ્ટર આપે છે, જરા પણ ફરક નહીં લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

Similar Recipes