પનીર કડાઈ ઈન વ્હાઇટ ગ્રેવી (Paneer Kadai In White Gravy Recipe In Gujarati)

sonal hitesh panchal
sonal hitesh panchal @sonal07

આમ તો પનીર કડાઈ એ ફેમસ પંજાબી સ્બજી છે જે મોસ્ટલી બધા લોકો એ ખાધેલા જ હશે તે સામાન્ય રીતે બધા જ હોટેલ મા મળી રહે છે અને તે રેડ ગ્રેવી મા મળે છે પણ અહીં તેને વ્હાઈટ ગ્રેવી મા મે બનાવી છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે

પનીર કડાઈ ઈન વ્હાઇટ ગ્રેવી (Paneer Kadai In White Gravy Recipe In Gujarati)

આમ તો પનીર કડાઈ એ ફેમસ પંજાબી સ્બજી છે જે મોસ્ટલી બધા લોકો એ ખાધેલા જ હશે તે સામાન્ય રીતે બધા જ હોટેલ મા મળી રહે છે અને તે રેડ ગ્રેવી મા મળે છે પણ અહીં તેને વ્હાઈટ ગ્રેવી મા મે બનાવી છે જેનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મીનીટ
4 લોકો માટે
  1. વ્હાઇટ ગ્રેવી માટે સામગ્રી :
  2. 4ડુંગળી
  3. 7-8 કળીલસણ
  4. 2લીલા મરચાં આખા
  5. 12 નંગકાજુ
  6. 3 ચમચીમગજતરી ના બી
  7. 1/2 ચમચીવ્હાઈટ મરી પાઉડર
  8. 1/2 ચમચીવ્હાઈટ મરચું પાઉડર
  9. 1/2 ચમચીશાહી જીરુ
  10. 2લવીંગ
  11. 2લીલી ઈલાયચી
  12. 1મોટો એલચો
  13. 2તમાલ પત્ર
  14. 2 ચમચીતેલ
  15. 1 થી 1+1/2ગ્લાસ પાણી
  16. મીઠું જરુર મુજબ
  17. શાક બનાવવા માટેની સામગ્રી :
  18. 3 ચમચીતેલ
  19. 2 ચમચીબટર
  20. 2તમાલ પત્ર
  21. 2આખા લાલ મરચાં
  22. 2ઈલાયચી, 1 મોટો એલચો
  23. પડવાળી કાપેલી ડુંગળી
  24. 1કેપ્સીકમ સમારેલુ
  25. 3 ચમચીખમણેલૂ પનીર
  26. 50 ગ્રામપનીર (ચોરસ પીસ કટ કરેલુ)
  27. મીઠું જરુર મુજબ
  28. પાણી જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30-40 મીનીટ
  1. 1

    એક પેન મા 2 ચમચી તેલ લો તેમાં તેલ ગરમ થાય ત્યારે જ તેમા તમાલપત્ર, લવિંગ, લીલી ઈલાયચી, મોટો ઇલાયચી, બધા ખડા મસાલા ઉમેરીને તેમા મોટી સમારેલી ડુંગળી, લસણ ની કળીઓ, કાજુ, મગજતરી ના બી, સહેજ મીઠું, આખા લીલા મરચાં, વ્હાઇટ મરી પાઉડર,વ્હાઈટ મરચુ પાઉડર બધુ ઉમેરી બરાબર શેકાવા દો, હલાવતા રહો

  2. 2

    ધીમા તાપે શેકાવા દો, ડુંગળી બ્રાઉન ના થાય તેનુ ધ્યાન રાખવું, ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ઉકાળેલુ પાણી નાખો, અને પાણી પોણા ભાગ નુ બળી જાય ત્યાં સુધી ચડવા દો પછી ગેસ બંધ કરી લેવો અને ઠંડુ થવા દો, ઠંડુ થઇ જાય પછી તેને મીક્સચર માં પીસતી વખતે તેમાં 1/2વાટકી જેટલુ દહીં ઉમેરી ગ્રેવી બનાવી લો ગ્રેવી બનાવતી વખતે તેમાંથી બધા જ ખડા મસાલા અને આખા લીલા મરચાં કાઢી નાખી પછી જ ગ્રેવી બનાવવી,તેને સ્ટેનર મા ગાળી લો એટલે ગ્રેવી રેડી થઈ જશે

  3. 3

    એક કડાઈ માં 3 ચમચી તેલ અને 1 ચમચી બટર લો તેમાં
    આખા લાલ મરચાં, ઇલાયચી, તમાલ પત્ર બધુ ઉમેરી પછી તેમાં ડુંગળી પડ કાપેલી, કેપ્સીકમ કટ કરેલા ઉમેરો, તેમાં પનીર ના ચોરસ પીસ કટ કરીને ઉમેરો,જરૂર મુજબ મીઠું ઉમેરી હલાવતા રહો ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં વ્હાઈટ ગ્રેવી અને ખમણેલૂ પનીર ઉમેરો

  4. 4

    તેમા કસુરી મેથી 1/2 ચમચી ઉમેરો અને 1/2 ચમચી બટર ઉમેરો, જરુર લાગે તો સહેજ પાણી ઉમેરી તેને 5 મીનીટ ચડવા દો અને પછી ગેસ બંધ કરી લો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal hitesh panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes