પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#Week3
#post2
#chinese
#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati )
આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી.

પનીર ચીલી ગ્રેવી (Paneer Chilli Gravy Recipe in Gujarati)

#GA4
#Week3
#post2
#chinese
#પનીર_ચીલી_ગ્રેવી ( Paneer Chilli Gravy Recipe in Gujarati )
આ પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફ્યુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અને ગ્રેવી વાડા બંને રીતે બનાવી શકાય . પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. જયારે પનીર ચિલી ગ્રેવી ને ફ્રાઇડ રાઈસ કે નૂડલ્સ સાથે સર્વ કરવામાં આવે છે. આ ડીશ એકદમ યમ્મી ને delicious બની હતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧/૪ કપકોર્ન ફ્લોર
  3. ૧/૪ કપમેંદો
  4. ૧/૨ ટી સ્પૂનકાળા મરી પાઉડર
  5. ૧/૨ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. સ્વાદાનુસાર મીઠું
  7. જરૂર મુજબપાણી
  8. ૩ ટેબલ સ્પૂનતેલ
  9. 🌐ગ્રેવી માટે ના ધટકો :---
  10. ૨ ટેબલ સ્પૂનતેલ
  11. ૨ ટી સ્પૂનલસણ જીણું સમારેલું
  12. ૨ ટી સ્પૂનઆદુ જીણું સમારેલું
  13. ૨ નંગલીલાં મરચાં જીના સમારેલા
  14. ૧ નંગમોટું સાઇઝ કેપ્સીકમ ચોરસ કાપેલા
  15. ૨ નંગમીડીયમ સાઇઝ ચોરસ કાપેલ
  16. ૧/૨ ટી સ્પૂનકાળા મરી પાઉડર
  17. ૨ ટી સ્પૂનરેડ ચીલી સોસ
  18. ૨ ટેબલ સ્પૂનટામેટા સોસ
  19. ૨ ટેબલ સ્પૂનસોયા સોસ
  20. ૧ ટી સ્પૂનવિનેગર
  21. ૧ ટી સ્પૂનખાંડ
  22. સ્વાદાનુસાર મીઠું
  23. ૨ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  24. ૨ કપપાણી
  25. ૪ ટેબલ સ્પૂનલીલી ડુંગળી જીની સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ડુંગળી અને કેપ્સીકમ ને ધોઈ ને ચોરસ ટુકડા કાપી લેવા. પનીર ને પસંદગી મુજબ ચોરસ કે લંબચોરસ ટુકડા માં કાપી લેવા.

  2. 2

    હવે એક બાઉલ મા કોર્ન ફ્લોર, મેંદો, કાળા મરી પાઉડર, લાલ મરચું પાઉડર, નમક અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે આ પેસ્ટ માં પનીર ના ટુકડા ઉમેરી કૉટ્ટિંગ કરી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી ને પનીર ના ટુકડા ને ગોઠવી બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગ મા શેલો ફ્રાય કરી લો. એકસાથે પેન મા ઘણા બધા પનીર ના ટુકડા ઉમેરવા નઈ. થોડા થોડા કરી ને પનીર શેલો ફ્રાય કરવા.

  4. 4

    હવે એ જ પેન મા ૨ ટેબલ ચમચી તેલ ઉમેરી ને તેમાં જીણું સમારેલું આદુ, જીણું સમારેલું લસણ અને જીના સમારેલા લીલાં મરચાં ઉમેરી લસણ લાઈટ બ્રાઉન કલર નું થાય ત્યાં સુધી સાંતળવું. પછી આમાં ડુંગળી ને કેપ્સીકમ ઉમેરી ને ૨ મિનિટ સુધી ગેસ ની હાઈ ફ્લેમ પર કૂક કરી લો.

  5. 5

    હવે તેમાં કાળા મરી પાઉડર, ચીલી સોસ, ટામેટા સોસ, સોયા સોસ, વિનેગર, ખાંડ અને નમક ઉમેરી બધું બરાબર મિક્સ કરી હલાવી લો. હવે કોર્ન ફ્લોર ને ૨ કપ પાણી માં ઉમેરી તેની પેસ્ટ બનાવીને ડુંગળી અને કેપ્સીકમ માં ઉમેરવી. હવે આ ગ્રેવી ને ગેસ ની હાઈ ફલેમ પર જ્યાં સુધી ગ્રેવી જાડી ના થાય ત્યાં સુધી કૂક કરી લો.

  6. 6

    હવે તેમાં તળેલા પનીર ના ટુકડા ઉમેરી બધું બરાબર મિકસ કરી લો. બે મિનિટ સુધી ગરમ થવા દહીં એમાં લીલી ડુંગળી ઉમેરી ગેસ બંધ કરી લો.

  7. 7

    હવે આપણી પનીર ચીલી તૈયાર છે સર્વ કરવા માટે. આ પનીર ચીલી ને ગરમાગરમ સર્વ કરી ઉપરથી લીલી ડુંગળી ના ટુકડા થી ગાર્નિશ કરો. આ ગરમાગરમ પનીર ચીલી ને નૂડલ્સ કે ફ્રાઇડ રાઈસ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes