જૈન ગ્રેવી(Jain Gravy Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

લસણ ડુંગળી ન ખાતા હોય તેમના માટે આ ગ્રેવી માથી બહુ જ સરસ પંજાબી શાક બને છે હું પણ આ બધા મસાલા નો ઉપયોગ કરીને પંજાબી ગ્રેવી બનાવતી પણ બધું અલગ અલગ કરીને કરતી અને સંગીતા ji જાની એ બધું એક જ સાથે બનાવવા ની રીત આપી છે તે બહુ જ સરસ છે થેન્ક યુ સંગીતા ji જાની

જૈન ગ્રેવી(Jain Gravy Recipe In Gujarati)

લસણ ડુંગળી ન ખાતા હોય તેમના માટે આ ગ્રેવી માથી બહુ જ સરસ પંજાબી શાક બને છે હું પણ આ બધા મસાલા નો ઉપયોગ કરીને પંજાબી ગ્રેવી બનાવતી પણ બધું અલગ અલગ કરીને કરતી અને સંગીતા ji જાની એ બધું એક જ સાથે બનાવવા ની રીત આપી છે તે બહુ જ સરસ છે થેન્ક યુ સંગીતા ji જાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 મોટી ચમચીતેલ
  2. 1 ચમચીશાહી જીરું
  3. 1એલચો
  4. 3ઇલાયચી
  5. 1તજનો ટુકડો
  6. 5લવિંગ
  7. 1સ્ટાર ફુલ (બાદિયા)
  8. 2તમાલપત્ર
  9. 2સૂકા લાલ કાશ્મીરી મરચાં
  10. 1/2 કપદૂધીના ટુકડા
  11. 5ટામેટાં મોટા કટ કરેલા
  12. 1/2 કપકાજુના ટુકડા
  13. 1/4 કપમગજ તરી
  14. 1/4 ચમચીહળદર
  15. 1 મોટી ચમચીધાણાજીરૂ
  16. 1 મોટી ચમચીજીરુ પાઉડર
  17. ૩ ચમચીકાશ્મીરી મરચું
  18. 1 ચમચીખાંડ
  19. 2 ચમચીકિચન કિંગ મસાલો
  20. 1 ચમચીઘી
  21. એકથી દોઢ ગ્લાસ ગરમ પાણી
  22. મીઠુ સ્વાદ મુજબ
  23. 3 મોટી ચમચીઘરની મલાઈ અથવા ક્રીમ
  24. 1/2 કપમાવો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ લેવું થોડું ગરમ થાય એટલે તેમાં શાહ જીરૂ અને બધા ખડા મસાલા ઉમેરી દેવા તેને સહેજ સાંતળવા ત્યારબાદ તેમાં દૂધી ઉમેરવી તેને થોડીવાર સાંતળવી પછી ટામેટા ઉમેરવા તેને પણ થોડીવાર સાંતળવા ટામેટાં થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ત્યારબાદ તેમાં કાજુના કટકા અને મગજ તરી ઉમેરી સાંતળો હવે ટામેટાં ઘણા સોફ્ટ થઈ ગયા હશે ત્યારબાદ તેમાં બધા મસાલા કરો અને ઘી ઉમેરી મિક્સ કરી ગરમ પાણી ઉમેરવું હવે પાણીને ઊકળવા દેવું થોડું રહે ત્યાં સુધી ત્યારબાદ ગેસ બંધ કરી દેવો અને આ ને ઠંડુ થવા દેવું

  2. 2

    ઠંડુ થયા બાદ તેમાં માવો ઉમેરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવું મોટા ગરણા થી ગાડી લેવું પછી તેમાં ક્રીમ ઉમેરી મિક્ષ કરી લેવું લો તૈયાર છે આપણી જૈન ગ્રેવી એમાંથી અલગ અલગ પંજાબી શાક બનાવી શકો છો આને એરટાઈટ ડબામાં પેક કરી ફ્રીઝરમાં એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે

  3. 3

    દુધી તાજી જ વાપરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Karia
Sonal Karia @Sonal
પર
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

Similar Recipes