આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#MA

નાનપણથી દરેક ઉનાળામાં ઘરે રોજ કેરીનો રસ બને. ક્યારેક વધારે બને ત્યારે મારી મમ્મી તેમાંથી રસના પાપડ બનાવે. આ રીતે બનેલા પાપડને ફ્રીઝમાં ડબ્બામાં ભેગા કરતી જાય.મોટાભાગે ખવાઇ જ જાય પણ થોડાક ખાસ બચાવીને રાખે અને ગૌરીવ્રત વખતે અમને ખાસ ખાવા માટે આપે...

મને આ પાપડ એટલા પસંદ છે કે એકવાર ખાવાનું શરું કર્યા પછી પતે નહીં ત્યાં સુધી ચાલુ જ રહે....

આ પાપડ બહુ જ આસાન રીતથી બને છે..ગેસ પર ગરમ કરવાની પ્રોસેસની કોઇ જ જરુર નથી હોતી. અને પાણી વગરના પલ્પમાં ખાંડ ઉમેરેલી હોવાથી સોફ્ટ અને તો પણ તૂટે તેવા બને છે....આ મારી મમ્મીની રીત છે...

તમને પસંદ હોય તો ઉપરથી મરી, સંચળ પાઉડર છાંટીને બનાવી શકો છો. મને એમ જ પસંદ છે તો મેં કોઇ મસાલા નથી વાપર્યા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3-4 દિવસ
250-300 ગ્રામ
  1. 1 કિલોગ્રામમીઠી પાકી કેરી
  2. 100-150 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

3-4 દિવસ
  1. 1

    કેરીને ધોઇને છાલ કાઢી ટુકડા કરી લેવા. ગોટલા સિવાયનો પલ્પ લઇ લેવો.

  2. 2

    તેમાં ખાંડ ઉમેરી મિક્સર કે બ્લેન્ડરથી ચર્ન કરી એકરસ પલ્પ રેડી કરવો. પાણી બિલકુલ નથી ઉમેરવાનું. જો રેસાવાળી કેરી હોય તો પલ્પ ને સૂપની ગરણીથી ગાળી લેવો.

  3. 3

    મિડિયમ સાઇઝની 3 સ્ટીલની પ્લેટમાં ઘી લગાવવું. મેં અહીં એક પ્લેટ મોટી લીધી છે તો 2 પ્લેટ જ વાપરી છે. બધી પ્લેટમાં એકદમ પાતળું લેયર થાય તેટલો પલ્પ પાથરવો. ઠપકારી એકસરખું પાથરી લેવું. અને તરત જ તડકામાં ચારણી ઢાંકીને બધી થાળી મૂકી દેવી. દિવસના 6-7 કલાક પૂરો આકરો તાપ અડે તેમ રાખવી. સાંજે ઘરમાં લાવી પાણી ના અડે તે રીતે રાખી લેવી. આ રીતે 3-4 દિવસ તડકામાં મૂકવી. 1 દિવસની સૂકવણી પછી એકવાર પાપડને થાળીથી અલગ કરી લેવા. પાછા તે જ પ્લેટમાં રાખી બીજા દિવસે તડકે મૂકવા.

  4. 4

    પૂરી ગરમીમાં 3 દિવસમાં બિલકુલ કડક તૂટે તેવા રસના પાપડ તૈયાર થઇ જશે. તેને ચોરસ ટુકડા માં કાપી લેવા.

  5. 5

    આસાનીથી ટૂટી જાય તેવા અને બિલકુલ ચવ્વડ ના હોય તેવા પાપડ તૈયાર છે. તેને ડબ્બામાં ભરી ફ્રીઝમાં 5-6 મહિના સુધી રાખી શકાય છે. અને ગૌરીવ્રતમાં, ઉપવાસમાં કે કેરીની સિઝન ગયા પછી પણ ખાઇ શકાય છે. આ પાપડ એટલા બધા સરસ લાગે છે કે બને તેવા ખવાઇ જ જશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes