ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

#MA
મને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી.

ખાંડવી (Khandvi Recipe In Gujarati)

#MA
મને મારી મમ્મી ના હાથ ની બનેલી ખાંડવી બહુ જ ભાવે. અને એવી ખાંડવી મે આજ સુધી ક્યાંય પણ નથી ખાધી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કપચણા નો લોટ
  2. ૩ કપછાશ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ચપટીહળદર
  5. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧ થી ૧.૧/૨ ચમચી ટોપરાનું છીણ
  7. ૧ ચમચીતલ
  8. ૧/૪ ચમચીજીરૂ
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૨ ચમચીતેલ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાડા તળિયાવાળી એક કડાઈમાં ચણાનો લોટ તથા છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ગાંઠા ન પડે એવી રીતે બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    હવે કઢાઈને ગેસ પર ધીમા પર ગરમ કરવા મૂકો. આ મિશ્રણને ચમચાની મદદથી સતત હલાવતા રહો.

  3. 3

    આ સાથે તેની અંદર હળદર તથા મીઠું નાખી મિશ્રણ જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો.

  4. 4

    મિશ્રણ જાડુ અને એકરસ ઘટ્ટ થતું જણાય એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    હવે થાળીમાં થોડું તેલ ઉમેરી બરાબર ગ્રીસ કરી લો અને ચણાના લોટના મિશ્રણને થોડું થોડું કરી થાળીમાં નાખી બરાબર પાથરી દો.

  6. 6

    આ રીતે બે થાળીમાં આગળ અને પાછળ તેલથી ગ્રીસ કરી ચણાના લોટના મિશ્રણને ફેલાવી દો.

  7. 7

    દસથી પંદર મિનિટ ઠંડુ થઈ જાય ત્યાર પછી આકા કરી ધીમે ધીમે રોલ વાળી લો. તેમજ તેના પર ટોપરાનું છીણ, મરચું પાઉડર ભભરાવી દો.

  8. 8

    હવે વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, તલ નાખી બરાબર તતળે એટલે ગેસ બંધ કરી ચમચી ની મદદ થી ખાંડવી પર બધા ભાગ માં નાખી દો.

  9. 9

    ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes