આમ પન્ના (Aam panna Recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#EB
#week2
#cookpadindia
#cookpad_gu
ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને સરળતાથી બનાવીને તૈયાર કરી શકાય છે...
આમ પન્ના અથવા આમ ઘોરા એ તેની ગરમી પ્રતિરોધક ગુણધર્મો માટે પ્રખ્યાત ભારતીય પીણું છે. તે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે અને તે પીળાથી ખૂબ હળવા લીલા રંગનો હોય છે, અને ભારતીય લોકોને ઉનાળાની તીવ્ર ગરમી સામે લડવામાં તથા સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીણા તરીકે પીવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 લોકો
  1. 1મોટી તોતાપુરી કેરી(૫૦૦ ગ્રામ લીધી)
  2. 1&1/2 વાટકી ખાંડ (૫૦૦ ગ્રામ કેરી માટે)
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ૨ ચમચીસંચર પાઉડર
  5. ૪ ચમચીવરિયાળી પાઉડર
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. ૫૦ ગ્રામ ફૂદીનો
  8. ૨ ચમચીજીરૂ પાઉડર
  9. આઈસ ક્યૂબ
  10. ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    કેરી ને સારી રીતે ધોઈ ને તેની છાલ કાઢી લેવી....અને પાતળા લાંબા ટુકડા કરી લેવા...

  2. 2

    ..પ્રેશર કૂકર માં કેરી ના ટુકડા નાખી ૧ ગ્લાસ પાણી રેડી કૂકર ની ૩ વિત્સલ વગાડી લેવી..હવે કૂકર માં મસ્ત પલ્પ જેવું થાય ગયું હશે..ત્યારે જ ખાંડ ઉમેરવી જેથી ગરમ હોય ત્યારે જ ખાંડ ઓગળી જાય...

  3. 3

    હવે મિક્સર જાર માં ફૂદીનો, મરી પાઉડર, સંચેર પાઉડર, મીઠું, જીરું પાઉડર અને થોડું પાણી નાખી પેસ્ટ કરી લો

  4. 4

    હવે કેરી ના પલ્પ માં હેન્ડ ગ્રાઈન્ડર ફેરવી લેવું...અને પછી વાટેલી પેસ્ટ, ઠંડુ પાણી, વરિયાળી પાઉડર એડ કરી ફરી એકવાર હેન્ડ ગ્રાઇન્ડર ફેરવી લેવું જેથી બધું બરાબર મિક્સ થાય જાય..અને ગ્લાસ માં સર્વ કરો ત્યારે જરૂર મુજબ આઈસ ક્યુબ્સ એડ કરો...

  5. 5

    રેડી છે આપનું ખાતું મીઠું ચટપટું આમ પન્ના...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

Similar Recipes