આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દરેક ને બહુ જ ભાવે છે

#EB
#week2

આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દરેક ને બહુ જ ભાવે છે

#EB
#week2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. નાની કાચી કેરી
  2. ૧/૪ કપખાંડ
  3. ૧/૪ ટી સ્પૂનજીરું
  4. ૧/૪ ટી સ્પૂન વરિયાળી
  5. ૧ ટેબલ સ્પૂનઝીણું સમારેલું ફુદીનો
  6. ૨ ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  7. લીલું મરચું
  8. ૧/૨ ટી સ્પૂનસંચળ
  9. ૧/૨ ટી સ્પૂનચાટ મસાલો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને કૂકર માં ૨ સીટી વગાડી બાફી લો અને પછી તેમાંથી ચમચી વડે પલ્પ કાઢી લો

  2. 2

    હવે મિક્સી બાઉલ માં કેરી નો પલ્પ,ફુદીનો,કોથમીર,મરચું,વરિયાળી,જીરું,ચાટ મસાલો,સંચળ,બરફ મિક્સ કરી ક્રશ કરી લો

  3. 3

    હવે એક ડીશ મા લાલ મરચું અને મીઠું મિક્સ કરી લો.હવે કાચ ના ગ્લાસ ની કિનારી પર લીંબુ ચિરી ફેરવી દો.ગ્લાસ ને ઊંધો કરી મીઠા મરચા વડી ડીશ મા ફેરવી દો..જેથી કિનારી પર લાલ મરચું અને મીઠું ચોંટી જાય

  4. 4

    હવે ગ્લાસ માં બરફ નાખી તૈયાર કરેલ મિશ્રણ ૪-૫ ચમચી નાખી તેમાં ઠંડુ પાણી ઉમેરી સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes