દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.

#EB
#week3

દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)

દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.

#EB
#week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. સૂકો મસાલો બનાવવા માટે
  2. ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  3. ૨ ટેબલસ્પૂનચાટ મસાલો
  4. ૨ ટેબલસ્પૂનજીરું પાઉડર
  5. ૨ ટીસ્પૂનમીઠું
  6. બટાકા નો માવો બનાવવા માટે
  7. ૧/૨ કિલોબાફેલા બટાકા
  8. ૧ કપબાફેલા મગ એન્ડ ચણા
  9. ૩ ટેબલસ્પૂનસૂકો મસાલો
  10. ૪ ટેબલસ્પૂનકોથમીર
  11. દહીં પૂરી અસેમ્બ કરવા માટે
  12. ટામેટા, જીણા સુધારેલા
  13. ડુંગળી, જીની સમારેલી
  14. સૂકો મસાલો
  15. ૧ કપદહીં
  16. ૧/૨ કપલસણ ની ચટણી
  17. ૧/૨ કપફુદીના ની ચટણી
  18. ૧/૨ કપગયડી અમલી ની ચટણી
  19. સેવ
  20. દાડમ ના દાણા
  21. મસાલા દાળ
  22. પાણીપુરી ની પૂરી
  23. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૂકો મસાલો બનાવવા માટે એક બોલ માં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું એન્ડ જીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરો લો. તમે આમચૂર પાઉડર પણ ઉમેરી શકો છો.

  2. 2

    બટાકા નો માવો બનાવવા માટે એક બોલ માં બાફેલા બટાકા, બાફેલા મગ એન્ડ ચણા, સૂકો મસાલો, અને સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    સરવિંગ પ્લેટ માં પૂરી લઈ, તેને વચ્ચે થી ફોડો, બટાકા નો માવો ભરી, સમારેલા કાંદા, ટામેટા નાખો. ત્રણેય ચટણી નાખો સૂકો મસાલો છાંટો.

  4. 4

    દહીં નાખી ઉપર સેજ સૂકો મસાલો ફરીથી નાખી ને સેવ ભભરાવો. સમારેલી કોથમીર, મસાલા દાળ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

ટિપ્પણીઓ

Similar Recipes