દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#EB
#week3
#PS
#post1
#cookpadindia
#cookpad_guj
ચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.
ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 40-50પાણી પૂરી ની પૂરી
  2. 2 કપ દહીં
  3. 4બટાકા, બાફી ને મસળેલાં
  4. 1/4 કપ લસણ ની ચટણી
  5. 1/2 કપ ખજૂર આંબલી ની ચટણી
  6. 1/2 કપ કોથમીર મરચાં ની ચટણી
  7. 2ઝીણી સુધારેલી ડુંગળી
  8. 2 કપ ઝીણી સેવ
  9. 1/2 કપ ઝીણી સુધારેલી કોથમીર
  10. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા માં લાલ મરચું પાઉડર અને મીઠું નાખી સરખું ભેળવી લેવું. ચટણી ઘટ્ટ હોય તો થોડું પાણી નાખી પાતળી કરી લેવી. દહીં ને ફેટી લેવું.

  2. 2

    પ્લેટ માં પૂરી ગોઠવી, તેમાં ઉપર થી કાણું પાડી લેવું. બધી પૂરી માં બટાકા નાખી દેવા. પછી થોડું દહીં નાખવું.

  3. 3

    ત્યાર બાદ, વારા ફરતી ત્રણેય ચટણીઓ નાખવી.

  4. 4

    હવે બધા માં થોડી થોડી ડુંગળી નાખવી. અને ચાટ મસાલો છાંટવો.

  5. 5

    છેલ્લે સેવ અને કોથમીર નાખવી. તમે ચાહો તો બાફેલા ચણા નાખી શકાય. ચટણી અને દહીં નું પ્રમાણ તમારી પસંદગી પ્રમાણે રાખવું.

  6. 6

    તૈયાર થાય એટલે તરત જ દહીં પૂરી નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes