ચટપટી દહીં પૂરી(Chatpati Dahi Puri Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#PS
#EB
Week3
દહીંપુરી ચાટ પ્રકારની વાનગીઓમાં મોખરાના સ્થાન પર આવે....પાણીપુરી બનાવીયે એટલે સાથે એક એક પ્લેટ ચટપટી દહીં પુરીની પણ બની જ જાય.... થોડો ચટણીમાં ફેરફાર કરવો પડે...દહીંપુરી તૈયાર.....👍

ચટપટી દહીં પૂરી(Chatpati Dahi Puri Recipe In Gujarati)

#PS
#EB
Week3
દહીંપુરી ચાટ પ્રકારની વાનગીઓમાં મોખરાના સ્થાન પર આવે....પાણીપુરી બનાવીયે એટલે સાથે એક એક પ્લેટ ચટપટી દહીં પુરીની પણ બની જ જાય.... થોડો ચટણીમાં ફેરફાર કરવો પડે...દહીંપુરી તૈયાર.....👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ ફુલેલી કડક પૂરી (જરૂર મુજબ)
  2. 4 નંગબાફેલા બટાકા
  3. 2 કપદહીં(વલોવેલું)
  4. 1/4 કપછીણેલું ગાજર
  5. 1/4 કપછીણેલું બીટ
  6. 1/2 કપચવાણું/સેવ
  7. 3 નંગસમારેલી ડુંગળી
  8. લસણની-કોથમીરની-ખજૂર-આંબલી ની ચટણી જરૂર મુજબ
  9. 4 ચમચીચાટ મસાલો
  10. મીઠું જરૂર મુજબ
  11. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકાને ઝીણા સમારી તેમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરી દો....ફુલેલી કડક પુરીનું ઉપરનું પડ અંગુઠા વડે તોડીને તેમાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરો...

  2. 2

    પુરીમાં સાચવીને પહેલા ચવાણું ભરો જેથી પૂરી સોગી ના થાય...પછી બટાકા,ડુંગળી,ત્રણેય પ્રકારની ચટણી તેમજ છેલ્લે ઉપર વલોવેલું દહીં પોર કરી દો....(દહીં માં મીઠું ઉમેરવું)

  3. 3

    આપણી ચટપટી દહીં પૂરી તૈયાર છે...કોથમીરથી ગાર્નિશ કરી પ્લેટ બનાવી સર્વ કરો...👍
    નોંધ:- આ ડીશમાં ઝીણી સેવ, તીખી બુંદી ઉમેરી શકો...મેં મિક્સ ચવાણું વાપર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes