મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યકિત માટે
  1. 250 ગ્રામભીંડી
  2. 3 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1/2 કપશેકેલા તલ
  5. 1/2 કપશેકેલા શીંગ દાણા
  6. 1/2 કપકાપેલા ધાણા
  7. 10લસણ ની કળી
  8. 3 ટી સ્પૂનધાણા પાઉડર
  9. 2 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. 1/2 ટી સ્પૂનમીઠું સ્વાદ પ્રમાણે
  11. 1/2 ટી સ્પૂનતેલ મસાલા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડી ધોઈ ને આગળ પાછળ નાં ડંડા કાઢી નાખવા

  2. 2

    ત્યારબાદ શીંગ દાણા,તલ ને ક્રશ કરી લેવા.એમાં ધાણા કાપેલા,લાલ મરચું, હળદર, ધાણા જીરું પાઉડર,મીઠું,લીંબુ નો રસ,તેલ બધું ઉમેરી લેવું.

  3. 3

    પછી લસણ અને લાલ મરચું વાટી લેવું

  4. 4

    પછી બધો મસાલો મિક્સ કરી લેવો

  5. 5

    ત્યારબાદ ભીંડી માં બધો મસાલો ભરી લેવો.

  6. 6

    પછી એક કડાઈ માં તેલ લઇ બધી ભીંડી એક એક તેલ ગરમ થાય પછી કડાઈ માં ગોઠવી દઈશું.

  7. 7

    ભીંડી ને ત્રણ મિનિટ તેલ માં ફ્રાય કરી લઈશું.અને પછી ઢાંકણું ઢાંકી ને 15 મિનિટ જેવું ધીમા આંચ પર થવા દઈશું.

  8. 8

    15 મિનિટ પછી જોઈશું તો મસાલા ભીંડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes