સ્ટફ મેંગો કુલ્ફી (Stuffed Mango Kulfi Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
શેર કરો

ઘટકો

  1. ૩ નંગમોટી પાકી કેરી
  2. 1 લીટર ફુલ ફેટ દૂધ
  3. ખાંડ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉકાળવા મુકો અને દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય બાસુંદી જેવું ત્યાં સુધી તેને ઉકાળો.

  2. 2

    હવે તેમાં જરૂર પ્રમાણે ખાંડ નાખી પાંચ મિનિટ માટે ઉકાળો અને એકદમ થીક થઈ જાય પછી ગેસ બંધ કરો અને રબડી ને એકદમ ઠંડી થવા દો.

  3. 3

    હવે કેરી ને ઉપરથી રાઉન્ડ કટ મારીને કટ કરો અને બધી બાજુ ગોટલાની સાઈડમાં છરી લગાવી ગોટલાને કેરી માંથી છુટા પાડવાની ટ્રાય કરો. ગોટલો થોડો છૂટો પડે પછી છાલ તૂટી ન જાય એ રીતે ગોટલાને ગોળ ફેરવીને બહાર કાઢી લ્યો.

  4. 4

    ગોટલા માં રહી ગયેલી કેરીને ચપ્પુથી સુધારી લઈ પછી કેરી ની અંદર નાખી દો હવે એક કેરી ને એક વાટકામાં રાખી દહીં તેની અંદર રહેલા બનાવેલી રબડી ભરી દો અને ઉપર તેજ કેરીમાંથી જે રાઉન્ડ કરેલું હતું તેને પાછું ઉપર મૂકી અને કેરી બંધ કરી દો.

  5. 5

    કેરી ને આખી રાત ફ્રિઝરમાં રાખી બરાબર સેટ કરવા દો અને સેટ થઈ ગયા પછી તેને બહાર કાઢી કેરીની છાલ ઉતારી લેવી અને કેરી ને મોટા ચાકુથી ગોળ કટ સરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes