મિસળ પાઉં (Misal Pav Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

#PS

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧ કપઉગાડેલા મગ
  2. ૩ ચમચીતેલ
  3. ૧ કપડુંગળી ની પેસ્ટ
  4. ૧ કપટોમેટો પ્યુરી
  5. ૧ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  9. 1 ચમચીગરમ મસાલો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. કોથમીર સજાવટ માટે
  12. ચવાણું, ગાંઠિયા અને સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મગ ને ધોઈ લો અને બે કલાક માટે પલાળી રાખો.‌ હવે એક કપડામાં બાંધી લટકાવી દો અને આખી રાત રહેવા દો. ફણગાવેલા મગ ‌ તૈયાર છે.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી ની પેસ્ટ સાંતળો અને ગુલાબી કલર ની થાય ત્યાં સુધી હલાવતા રહો.

  3. 3

    હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો અને મિક્સ કરી લો.

  4. 4

    તેલ ઉપર આવી જાય એટલે તેમાં બધા મસાલા અને ફણગાવેલા મગ નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરીને ઢાંકી દો અને ૧૦ મિનિટ ધીમા ગેસ પર રાખો. રસા વાળુ રાખવુ.

  6. 6

    હવે પીરસવા માટે ડીશ લો તેમાં મગ ઉપર ચવાણું, ગાંઠિયા, અને સેવ ભભરાવો. ઉપર કોથમીર ભભરાવો. લીંબુનો રસ નાખો અને કાપેલી ડુંગળી ભભરાવો.

  7. 7

    તો તૈયાર છે ચટપટુ ચટાકેદાર મિસળ પાઉં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes